શોધખોળ કરો

ED Director: સંજય મિશ્રાનો કાર્યકાળ સમાપ્ત, હવે આ અધિકારીના હાથમાં આવશે EDની કમાન

Rahul Navin New ED Director: ED ચીફ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ આજે એટલે કે 15 સપ્ટેમ્બરે પૂરો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે EDના સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને EDના કાર્યવાહક ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે.

Rahul Navin New ED Director: ED ચીફ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ આજે એટલે કે 15 સપ્ટેમ્બરે પૂરો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે EDના સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને EDના કાર્યવાહક ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. કાર્યવાહક ડિરેક્ટરનો આદેશ ઔપચારિક રીતે શુક્રવારે મોડી રાત્રે અથવા આવતીકાલે શનિવારે સવારે આવે તેવી શક્યતા છે. સંજય કુમાર મિશ્રાએ લગભગ 4 વર્ષ અને 10 મહિના સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તમને જણાવી દઈએ કે, સંજય કુમાર મિશ્રાના કાર્યકાળમાં ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા. વિપક્ષે ઘણા પ્રહારો કર્યા હતા.

કોણ છે રાહુલ નવીન?

રાહુલ નવીન 1993 બેચના IRS ઓફિસર છે. સ્પેશિયલ ડાયરેક્ટર હોવા ઉપરાંત, બિહારના રહેવાસી રાહુલ નવીન ED હેડક્વાર્ટરના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે પણ કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ નવા ડિરેક્ટરની ઔપચારિક નિમણૂક સુધી કાર્યકારી નિર્દેશકની જવાબદારી નિભાવશે.

એસકે મિશ્રાને સેવામાં ત્રણ વખત એક્સટેન્શન આપવામાં આવ્યું

સંજય કુમાર મિશ્રાને 2018માં ED ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ નવેમ્બર 2020માં પૂરો થવાનો હતો. કેન્દ્ર દ્વારા તેમને ત્રણ વખત સેવાનું વિસ્તરણ આપવામાં આવ્યું હતું. આ પગલાની વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી હતી અને આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

કોર્ટે વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યું હતું

સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને વધારવા માટે CVC એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. ગયા જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે સંજય કુમાર મિશ્રાના ત્રીજા એક્સટેન્શનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. જે 18 નવેમ્બર 2023 સુધી નક્કી કરવામાં આવ્યું હતું.

15 સપ્ટેમ્બર સુધી પદ પર રહેવાની પરવાનગી આપવામાં આવી હતી

કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેમણે 31 જુલાઈ સુધીમાં પદ છોડવું પડશે. જો કે, કેન્દ્ર સરકારે ત્યારબાદ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે તેમને 15 ઓક્ટોબર સુધી પદ પર રહેવાની મંજૂરી આપવામાં આવે. જેના પર કોર્ટે તેમને 15 સપ્ટેમ્બર સુધી પદ પર રહેવાની મંજૂરી આપી હતી. 

Virus Alert:કોરોના સંક્રમણથી વધુ જીવલેણ છે આ વાયરસ ઇન્ફેકશન, આ રાજ્યોને કરાયા એલર્ટ, જાણો પ્રારંભિક લક્ષણો

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget