શોધખોળ કરો
Advertisement
PM KUSUM યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવીને ફી ભરવી છે જરૂરી ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા ?
આ પહેલા એક વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો હતો કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકાર સ્કૂલ અને કોલેજના તમામ વિદ્યરા્થીઓને તેની ફી ભરવા માટે 11,000 રૂપિયા આપી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવ છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર અનેક નકલી અહેવાલો સતત વાયરલ થઈ રહ્યા છે. આ અહેવાલોની તપાસ કરતાં તે નકલી મળી આવી રહ્યા છે. આવો જ એક સમાચાર હાલમાં વાયરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ કુસુમ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવનાર લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન ફી જમા કરાવવી પડશે. જોકે આ મામલે સરકારે પણ હવે સ્પષ્ટતા કરી છે.
જણાવીએ કે, સોશિયલ મીડિયા પર એક સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં કેટલીક વેબસાઈટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ કુસુમ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવનાર લાભાર્થીઓ પાસેથી રજિસ્ટ્રેશન ફી લેવામાં આવશે. જોકે સરકાર તરફથી પીઆઈબીએ આ વાયરલ સમાચારને ફગાવી દીધા છે. સાથે જ કહ્યું છે કે, આ વેબસાઇટ ફેક છે. સાથે જ કહ્યું છે કે, કોઈપણ સંભવિત લાભાર્થીને આ પ્રકારની છેતરપિંડી કરતી વેબસાઇટથી બચવું જોઈએ.
નોંધનીય છે કે, આ પહેલા એક વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો હતો કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકાર સ્કૂલ અને કોલેજના તમામ વિદ્યરા્થીઓને તેની ફી ભરવા માટે 11,000 રૂપિયા આપી રહી છે. જોકે તપાસમાં પણ આ સમાચાર ખોટા નીકળ્યા છે.Claim: Some websites are claiming that beneficiaries would have to deposit a registration fee for enrollment under PM KUSUM Yojana.#PIBFactCheck: These websites are #Fake. It is an act of miscreants and no potential beneficiary should engage with such fraudulent websites. pic.twitter.com/aiDyZ0AOIN
— PIB Fact Check (@PIBFactCheck) September 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion