શોધખોળ કરો

ISRO News: આગામી પાંચ વર્ષમાં 50 સેટેલાઇટ મોકલશે ભારત, ઇસરોએ બતાવ્યો આખો પ્લાન

ISRO News:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે

ISRO Latest News: વિજ્ઞાનની દુનિયામાં ભારત સતત આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. વાસ્તવમાં ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે ગુરુવારે (28 ડિસેમ્બર) કહ્યું હતું કે ભારત ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં 50 ઉપગ્રહો લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, આમાં સૈનિકોની હિલચાલ પર નજર રાખવાની અને હજારો કિલોમીટરના વિસ્તારની તસવીરો લેવાની ક્ષમતા સાથે વિવિધ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોના સ્તરની રચનાનો સમાવેશ થશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બેની વાર્ષિક વિજ્ઞાન અને તકનીકી ઇવેન્ટ 'ટેકફેસ્ટ'ને સંબોધતા સોમનાથે જણાવ્યું હતું કે ફેરફારોની જાણકારી મેળવવા, ડેટાનું વિશ્લેષણ કરવા, AI-સંબંધિત અને ડેટા આધારિત પ્રયત્નો કરવા માટે ઉપગ્રહોની ક્ષમતાને વધારવી મહત્વપૂર્ણ છે.

હાલમાં પર્યાપ્ત સેટેલાઇટ કાફલો નથી

તેમણે કહ્યું કે એક મજબૂત રાષ્ટ્ર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેના ઉપગ્રહ કાફલાનું વર્તમાન કદ પૂરતું નથી અને તે "આજે છે તેના કરતા દસ ગણું" હોવું જોઈએ. તેમણે કહ્યું કે સ્પેસશીપ દેશની સરહદો અને પડોશી વિસ્તારો પર નજર રાખવામાં સક્ષમ છે.

અસેમ્બલ કરવાનું કામ પૂર્ણ

ઈસરોના વડા સોમનાથે જણાવ્યું હતું કે, "અમે આગામી પાંચ વર્ષમાં 50 ઉપગ્રહોને આખરી સ્વરૂપ આપવા માટે એસેમ્બલ કર્યા છે અને તેને આગામી પાંચ વર્ષથી વધુ સમયમાં આ વિશેષ ભૌગોલિક-ઈન્ટેલિજન્સ કલેક્શનની સહાય કરવા મામલે ભારત માટે મોકલવવામાં આવી રહ્યા છે. જો ભારત આ સ્તર પર સેટેલાઇટ મોકલી શકે છે તો દેશ સામે આવનારા ખતરાને સારી રીતે ઘટાડી શકાય છે.

બીજી તરફ ભારતનું સૌર મિશન તેના સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચી ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વડા એસ સોમનાથે ગુરુવારે આદિત્ય L1 મિશન પર એક મોટું અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે આદિત્ય L1 6 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે L1 (લેગ્રેન્જ 1) બિંદુ પર હેલો ભ્રમણકક્ષામાં પહોંચશે. તેમણે કહ્યું કે અવકાશયાનને ભ્રમણકક્ષામાં પ્રવેશ કરાવવા માટે આદિત્ય L1ના એન્જિનને ખૂબ જ નિયંત્રિત રીતે સંચાલિત કરવામાં આવશે.                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Embed widget