શોધખોળ કરો

ISRO scientist : ચંદ્રયાન-3 લોન્ચિંગના કાઉન્ટડાઉનનો અવાજ આપનારા ઇસરોના વૈજ્ઞાનિક વલારમથીનું નિધન

ISRO scientist Passes Away: આ કાઉન્ટડાઉન અવાજ ચંદ્રયાન-3 લોન્ચિંગ દરમિયાન સંભળાયો હતો

ISRO scientist Passes Away: ચંદ્રયાન-3 હોય કે ઈસરોના કોઈપણ સેટેલાઇટ લોન્ચિંગ. જ્યારે આખી દુનિયાની નજર રોકેટ પર હોય છે ત્યારે કાનમાં એક જ અવાજ આવે છે. આ કાઉન્ટડાઉનનો અવાજ હોય છે. શ્રીહરિકોટા ખાતે રોકેટ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન 10,9,8,7 સંભળાય છે. મહિલાનો કાઉન્ટડાઉનનો અવાજ હવે લોકોને સંભળાશે નહીં. આ કાઉન્ટડાઉન અવાજ ચંદ્રયાન-3 લોન્ચિંગ દરમિયાન સંભળાયો હતો. આ અવાજ આપનાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમને છેલ્લે 30 જુલાઈના રોજ PSLV-C56 મિશન માટે કાઉન્ટડાઉન કરતા સાંભળવામાં આવ્યા હતા.

23 ઓગસ્ટે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. તેમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતા. ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આટલું જ નહીં, લેન્ડિંગથી પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર દેશ પ્રથમ બન્યો છે.

ઇસરોએ દુઃખ વ્યક્ત કર્યું

વલારમથીના નિધન પર ISROએ કહ્યું કે રોકેટ પ્રક્ષેપણ કાઉન્ટડાઉન પાછળનો પ્રતિષ્ઠિત મહિલા અવાજ શ્રીહરિકોટાના ભવિષ્યના મિશનમાં સંભળાશે નહીં.  વલારમથીના નિધનથી અવાજ અનંતકાળ માટે ઝાંખો પડી ગયો છે! શનિવાર સાંજે ચેન્નઈની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી મહિલા વૈજ્ઞાનિક વલારમતીનું અવસાન થયું હતું.

વલારમથી તેમના સાથીદારોમાં 'મૅમ' તરીકે પણ ઓળખાતા હતા. તેઓ ઘણા વર્ષોથી ISRO ટીમનો અભિન્ન ભાગ હતા. આત્મવિશ્વાસથી ભરપૂર તેમના વિશિષ્ટ અવાજે ISROના ઘણા સફળ રોકેટ પ્રક્ષેપણને માર્ગદર્શન આપ્યું છે. તેમણે દેશની અવકાશ સંશોધન યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેન્નઈમાં જન્મેલા અને ઉછરેલા વલારમથી નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જુસ્સાદાર હતા. તેઓએ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું અને નાની ઉંમરે ISROમાં જોડાઈ ગયા હતા.

ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યા પછી અને સૂર્યના રહસ્યો ઉજાગર કરવા માટે 'આદિત્ય-L1' લૉન્ચ કરવામા આવ્યુ છે. આ બે મિશન લૉન્ચ કર્યા બાદ હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) કંઇક વધુ કરવાની તૈયારીમાં લાગી છે. એટલે કે હવે અન્ય પ્રૉજેક્ટ્સ સાથે અવકાશની (ISRO) સમજને નજીકથી જાણવા તૈયાર છે.              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Embed widget