શોધખોળ કરો
Advertisement
ISRO એ સ્ક્રૈમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું, સેટેલાઇટ લોન્ચિંગના ખર્ચમાં થશે ઘટાડો
ચેન્નઇ: ભારતે સ્ક્રૈમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરી ઇતિહાસ રચી દીધો છે. ઇન્ડિયન સ્પેસ એજન્સી (ઇસરો)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મિશન સફળ રહ્યું છે. આ પરીક્ષણમાં બે સ્ક્રૈમજેટ એન્જિનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેની માહિતી પછી આપવામાં આવશે.
ઇસરોના અધિકારીએ જણાવ્યું હતું કે, નક્કી કરેલા સમય અનુસાર બે સ્ટેજ/એન્જિન આરએચ-560 સાઉંડિંગ રોકેટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેંદ્ર(એસડીએસસી)થી ઉડાન ભરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એન્જિનોનું પરીક્ષણ માત્ર 6 સેકન્ડ જ કરવામાં આવ્યું હતું.
સ્ક્રૈમજેટ એન્જિનનું ઉપયોગ માત્ર રોકેટ વાતાવરણમાં પ્રવેશે તે દરમિયાન કરવામાં આવે છે. જેથી ફ્યુઅલમાં ઓક્સિડાઇધરનો જથ્થો ઓછુ કરીને પ્રક્ષેપણ પર થતા ખર્ચને ઓછું કરી શકાશે. રોકેટ પૃથ્વીના વાતાવરણમાં હોય ત્યારે સ્ક્રૈમજેટ એન્જિન એ હવામાં રહેલા ઓક્સિઝનનો ઉપયોગ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement