IT મંત્રી અશ્વિની વૈષ્ણવની Koo એપ પર પ્રથમ પોસ્ટ, કહ્યું- યૂઝર્સ માટે સોશિયલ મીડિયાને સુરક્ષિત બનાવશે નવા નિયમ
નવા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્વદેશી સોશિયલ મીડિયા એપ કૂ પર પ્રથમ પોસ્ટ કરી છે. તેમા તેમણે લખ્યું કે નવા આઈટી નિયમો સોશિયલ મીડિયાને યૂઝર્સ માટે સુરક્ષિત બનાવશે.
નવા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્વદેશી સોશિયલ મીડિયા એપ કૂ પર પ્રથમ પોસ્ટ કરી છે. તેમા તેમણે લખ્યું કે નવા આઈટી નિયમો સોશિયલ મીડિયાને યૂઝર્સ માટે સુરક્ષિત બનાવશે. તેમણે લખ્યું કે નવા દિશાનિર્દેશ યૂર્ઝસેને સશક્ત અને સુરક્ષિત કરી રહ્યા છે અને ભારતમાં એક સુરક્ષિત સોશિયલ મીડિયા ઈકો સિસ્ટમ સુનિશ્ચિત કરીશું.
રવિવારે ટ્વિટર ઇન્ડિયાએ વિનય પ્રકાશને ભારત માટે નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કરીને આઈ-ટી નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનો સંદેશ આપ્યો હતો.
Ashwini Vaishnaw@ashwinivaishnawReviewed the implementation and compliance of Information Technology Rules, 2021 along with my colleague Shri Rajeev Chandrasekhar Ji. These guidelines are empowering and protecting users and will ensure a safer and responsible social media ecosystem in India.
કૂ એપ પર પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, મારા સહયોગી રાજીવ ચંદ્રશેખર સાથે સૂચના પ્રૌદ્યોગિકી નિયમ, 2021ના કાર્યાન્વયન અને અનુપાલનની સમીક્ષા કરી. આ દિશાનિર્દેશ યૂઝર્સને સશક્ત અને સંરક્ષિત કરી રહ્યા છે અને ભારતમાં એક સુરક્ષિત અને જવાબદાર સોશિયલ મીડિયા ઈકો સિસ્ટમ સુનિશ્ચિત કરીશું.
સરકાર સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિરોધાભાસ પછી, 26 મેથી અમલમાં આવેલા નવા આઈટી નિયમો બાદ ટ્વિટરએ પ્રથમ અહેવાલ રજૂ કર્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે તેણે કાર્યવાહી કરી છે. 133 પોસ્ટ અને 18,000 થી વધુ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યાં છે. ફેસબુક અને ગૂગલે નવા આઇટી નિયમો અનુસાર તેનો પાલન રિપોર્ટ પહેલાથી જ બહાર પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય અને કોમ્યુનિકેસન મંત્રાલયમાં સીનિયર ભાજપ નેતા રવિશંકર પ્રસાદની જગ્યા લીધી છે. તેમણે 8 જુલાઈએ મંત્રાલયમાં કાર્યભાર સંભાળ્યો હતો.
આ પહેલા નવા આઈટી મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં રહેતા અને કામ કરનારાઓને દેશના નિયમોનું પાલન કરવાનું રહેશે. આઈટી નિયમોના માઈક્રોબ્લોગિંગ મંચ ટ્વિટર દ્વારા અનુપાલન નહી કરવા વિશે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું તે જે કોઈ ભારતમાં રહે છે અને કામ કરે છે, તેણે દેશના નિયમોનું પાલન કરવાનું રહેશે.
નવા કેંદ્રીય મંત્રીની કૂ પર શરૂઆત પણ મહત્વપૂર્ણ છે કારણ કે કૂ ટ્વિટર જેવું પ્લેટફોર્મ છે. મંત્રી પહેલેથી જ ટ્વિટર પર સક્રિય છે અને પ્લેટફોર્મ પર અપડેટ્સ પોસ્ટ કરવાનું શરૂ કરી રહ્યા છે. આ પ્લેટફોર્મ પર આઇટી નિયમો પરની તેમની પહેલી પોસ્ટ સરકારને કૂને ટેકો આપવાનો સંદેશ આપે છે.