શોધખોળ કરો
Advertisement
આજે બદલાઇ જશે જમ્મુ-કાશ્મીર કેબિનેટ, સ્પીકર-ડેપ્યૂટી સીએમના પદની અદલા-બદલી કરશે બીજેપી
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની કેબિનેટમાં આજે મોટો ફેરબદલ થઇ રહ્યો છે. આ ફેરબદલની સૌથી મોટી વાત એ છે કે હાલની વિધાનસભાના અધ્યક્ષ કવિન્દર ગુપ્તા ડેપ્યૂટી સીએમ બનશે તો હાલના ડેપ્યૂટી સીએમ નિર્મલ સિંહ નવી વિધાનસભાના અધ્યક્ષ બનશે. આ કેબિનેટ ફેરબદલ અને પદોની અદલાબદલીને ધ્યાનમાં રાખીને નિર્મલ સિંહે કાલે સાંજે ડેપ્યૂટી સીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. નવા મંત્રીમંડળના શપથગ્રહણ બપોરે 12 વાગે થશે.
જમ્મુ-કાશ્મીરમાં આજે યોજાનારી કેબિનેટ ફેરબદલમાં 8 નવા મંત્રીઓને સામેલ કરવામાં આવશે. ભાજપમાંથી 6 અને પીડીપીમાંથી બે ધારાસભ્યો મંત્રી બનશે. ભાજપના નવા મંત્રીઓ તરીકે રાજીન જસરોટિયા, શક્તિ રાજ, સત શર્મા, સુનિલ કુમાર શર્મા અને કવિન્દર કુમાનર મન્યાલ શપથ લેશે. પીડીપીમાંથી મોહમ્મદ ખલીલ બંદ અને મો. અશરફ મીર સામેલ થશે. રાજ્યમાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર છે.
ઉલ્લેખનીય છે કે, કઠુઆ ગેંગરેપ કેસ મામલે ભાજપના બને મંત્રીઓના રાજીનામા આપ્યા બાદ ભાજપે 17 એપ્રિલે રાજ્ય સરકારમાં પોતાના બધા નવ મંત્રીઓના રાજીનામા આપવાની વાત કહી હતી. રવિવારે નવા મંત્રીમંડળને અંતિમ રૂપ આપવા માટે જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહ દિલ્હી પહોંચ્યા. બપોર બાદ વિધાનસભા સ્પીકર કવિન્દ્ર ગુપ્તાએ પણ દિલ્હી બોલાવવામાં આવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement