જમ્મુ કાશ્મીર: ભાજપના સચિવ પર આતંકીઓએ કર્યો હુમલો, બે લોકોના મોત
આ હુમલામાં એક પીએસઓ સહિત બે લોકોના મોત થયા છે. આતંકીઓએ હુમલો એ સમયે કર્યો જ્યારે ડાકબંગલામાં બેઠક ચાલી રહી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓએ ભાજપના પ્રદેશ સચિવ અને બીડીસી ચેરમેન ફરીદા ખાન પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક પીએસઓ સહિત બે લોકોના મોત થયા છે. આતંકીઓએ હુમલો એ સમયે કર્યો જ્યારે ડાકબંગલામાં બેઠક ચાલી રહી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.
જાણકારી મુજબ આતંકવાદીઓ હુમલો કરી ભાગવામાં સફળ થયા છે. ઘટના બાદ આસપાસના લોકો, પોલીસ અને સેનાના જવાન ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આતંકીઓની ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કાશ્મીરના સોપોર વિસ્તારમાં લોન બિલ્ડિંગમાં આજે કાઉન્સિલરોની બેઠક હતી. બેઠક દરમિયાન આતંકી ત્યાં પહોંચી ગયા અને હુમલો કરી દિધો. આ હુમલા દરમિયાન ત્યાં હાજર એક પોલીસના પીએસઓએ વળતો જવાબ આપવાની કોશિશ કરી પરંતુ આતંકીઓએ તેને પણ ઈજાગ્રસ્ત કર્યો હતો.