Jammu: પાકિસ્તાને ફરી કર્યો યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગમાં ભારતના એક જવાન અને નાગરિક ઘાયલ
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો.
જમ્મુ કાશ્મીરઃ આઠ દિવસમાં ફરી આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને અરનિયા સેક્ટરની ભારતની તમામ આઠ ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો. જેમાં BSFનો એક જવાન અને એક નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા
J-K: 'Explosion' heard after unprovoked firing on BSF posts by Pak Rangers in RS Pura Sector
— ANI Digital (@ani_digital) October 26, 2023
Read @ANI Story | https://t.co/z9dQbmxEsk#Jammu #BSF #Pakistan pic.twitter.com/Dmi3fnSyNN
પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે રહેણાંક વિસ્તારોમાં પણ ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈન્યએ પણ વળતો પ્રહાર કર્યો હતો જેમાં પાકિસ્તાનની ઘણી ચોકીઓ નષ્ટ કરવામાં આવી હતી અને પાંચથી સાત રેન્જર્સ પણ માર્યા ગયા હતા. બિક્રમ પોસ્ટ પર તૈનાત કર્ણાટકના સૈનિક બાસપરાજને ગોળીબારમાં પગ અને હાથમાં શેલ સ્પ્લિન્ટર્સ વાગ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પાકિસ્તાનના 25થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સઈ, જબ્બોવાલ અને ત્રેવાના રહેણાંક વિસ્તારોમાં પડ્યા છે. ભારે ગોળીબારને કારણે BSFએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે લોકોને તેમના ઘરોમાં રહેવા અને લાઇટ બંધ રાખવા જણાવ્યું છે. 18 ઓક્ટોબરે થયેલા ગોળીબારમાં બે સૈનિકો પણ ઘાયલ થયા હતા.
#WATCH | Houses damaged in Arnia of RS Pura sector due to unprovoked firing by Pakistan along Jammu border pic.twitter.com/fpsVXiam8K
— ANI (@ANI) October 27, 2023
BSF તરફથી સરહદી વિસ્તારમાં લોકોને ઈલેક્ટ્રીક બલ્બ બંધ કરવા અને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે અને અરનિયા સહિતના સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ પર પણ મૂકવામાં આવ્યા છે. પોલીસે બોર્ડર તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને વાહનોની તપાસ શરૂ કરી દીધી છે. જે લોકો બહાર આવ્યા છે તેમને ઘરે પાછા ફરવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ IBએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાનને પણ ફાયરિંગમાં મોટું નુકસાન થયું છે. ભારતીય ગોળીબારમાં તેમના પાંચથી છ સૈનિકો માર્યા ગયા છે.
#WATCH | Locals recover mortal shells in the border village of Bulleh Chak after unprovoked firing by Pakistan along Jammu border in Arnia of RS Pura sector
— ANI (@ANI) October 27, 2023
A local says, "We have found three mortar shells so far after overnight shelling from the Pakistan side. No person has… pic.twitter.com/xkZRb2xu6b
અરનિયામાં ગભરાયેલા સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગોળીબાર ખૂબ જ ભારે થઇ રહ્યો છે. બધા ડરી ગયા છે. લોકો બંકરોમાં છૂપાયેલા હતા. ગોળીબાર રાત્રે 8 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. આવું દર ચાર-પાંચ વર્ષે થાય છે. દરેક વ્યક્તિ પોતપોતાના ઘરમાં છૂપાઈ જાય છે. અહીંથી બોર્ડર માત્ર દોઢ કિલોમીટર દૂર છે.
#WATCH | "A lot of firing was done by Pakistan overnight. No person has been injured in this but a house building has been damaged. After 6 years, there was firing from the Pakistan side last night. Our security forces retaliated to the firing," says Dev Raj Chowdhary, Sarpanch,… pic.twitter.com/5mLAjo9J7G
— ANI (@ANI) October 27, 2023