શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને કર્યા ઠાર
માર્યા ગયેલા આતંકીઓમાં ત્રણ લશ્કર-એ તૈયબા અને એક હિજ્બુલ મુજાહિદ્દીનનો હતો.
અનંતનાગ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાનામાં રવિવારે સવારે ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં ત્રણ લશ્કર-એ તૈયબા અને એક હિજ્બુલ મુજાહિદ્દીનનો હતો. અથડામણ સવારે 10.40 વાગ્યાની આસપાસ દયાલગામ રહેણાંક વિસ્તારોમાં થઈ હતી.
આ અથડામણમાં એક હિજ્બુલનો કમાન્ડર તારીક અહમદ ઠાર મરાયો છે. આ અથડામણ બાદ અનંતનાગ અને કુલગામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
જાણકારી મુજબ, જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાના સુરક્ષાકર્મીઓના એક દળે રાતે તે વિસ્તારમાં ઘેરાબંધી કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સુરક્ષાદળો આતંકીઓના ઠેકાણાને ઘેરવાની કોશિશ કરી તો ઘરમાં છૂપાયેલ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેની જવાબી કાર્યવાહીમાં સેનાએ ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement