શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ કાશ્મીરઃ ગાંદરબલમાં 3 આતંકી ઠાર, શ્રીનગરના નવાકદળમાં CRPF પર ગ્રેનેડ હુમલો
સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે.
કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં આજે આતંકવાદ અને તેના વિરુદ્ધ સુરક્ષા દળો સાથે જોડાયેલી ત્રણ અલગ અલગ ઘટનાઓ બની હતી. ગાંદરબલમાં સુરક્ષાદળોએ સવારથી ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. શ્રીનગરમાં સીઆરપીએફ પર આતંકીઓએ ગ્રેનેડ ફેક્યા હતા. જ્યારે રામબનમાં ત્રણ શંકાસ્પદ આતંકીઓએ એક બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરના ગાંદરબલના નારાનાદના જંગલોમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ત્રણેય વિદેશી હોવાની સંભાવના છે. સુરક્ષાદળોએ જાસૂસી સૂચના મળ્યા બાદ આજે સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ફાયરિંગ શરૂ થઇ હતી.
જમ્મુ કાશ્મીરના રામબનના બટોટમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામ થઇ હતી. સંરક્ષણ મંત્રાલયના પીઆરઓએ કહ્યું કે, આજે સવારે લગભગ સાડા સાત વાગ્યે, ત્રણ શંકાસ્પદ વ્યક્તિએ બટોટેમાં એક બસને રોકવાનો પ્રયાસ કર્યો. સતર્ક ડ્રાઇવરે બસ રોકી નહોતી અને નજીકની સૈન્ય ચોકીને સૂચના આપી હતી. ત્યારબાદ ક્યુઆરટીની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. ત્રણ આતંકીઓ એક ઘરમાં છૂપ્યા છે. સૈન્યએ આસપાસના ઘરને ખાલી કરાવ્યા હતા. બાળકો સહિત છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શ્રીનગરના નવાકદલમાં સીઆરપીએફ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. હુમલામાં કોઇને ઇજા પહોંચી નહોતી. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પાંચ ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં કડક સુરક્ષા બંદોબસ્ત છે. અહીં આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં ઘટાડો થયો છે.Jammu and Kashmir: Exchange of fire underway in Batote in Ramban. (Visuals deferred by unspecified time) pic.twitter.com/yAvH6AhHiY
— ANI (@ANI) September 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion