જમ્મુના ટેકનિકલ એરપોર્ટ કેમ્પસમાં બ્લાસ્ટ, બૉમ્બ ડિસ્પૉઝલ ટીમ અને ફૉરેન્સિક સ્ક્વૉડ પહોંચી ઘટના સ્થળે
જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પરિસરમાં ધડાકાનો અવાજ સંભળાયો. સાવધાની રાખવા માટે બૉમ્બ ડિસ્પૉઝલ ટીમ અને ફૉસેન્સિક સ્ક્વૉડ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. જાણકારી અનુસાર આ ધડાકાનો અવાજ ખુબ દુર સુધી સંભળાયો છે,
જમ્મુઃ જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પરિસરમાં ધડાકાનો અવાજ સંભળાયો. સાવધાની રાખવા માટે બૉમ્બ ડિસ્પૉઝલ ટીમ અને ફૉસેન્સિક સ્ક્વૉડ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. જાણકારી અનુસાર આ ધડાકાનો અવાજ ખુબ દુર સુધી સંભળાયો છે, ઘટના રાત્રે લગભગ બે વાગ્યાની છે.
ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર ભારતીય વાયુસેનાનુ સ્ટેશન હેડક્વાર્ટર અને આની સાથે જ જમ્મુનુ મુખ્ય એરપોર્ટ પણ આ પરિસરમાં આવે છે. ધમાકા બાદથી આસપાસના વિસ્તારોમાં અફડાતફડીનો માહોલ થઇ ગયો છે. ઘટના સ્થળ પર વાયુસેના, ભારતીય સેના અને જમ્મુ પોલીસના અધિકારીઓ પહોંચી ગયા છે.
જોકે, હજુ સુધી આના વિશે પોલીસ કે પછી કોઇ એજન્સી તરફથી કોઇ આધિકારિક નિવેદન નથી આવ્યુ. પોલીસના અધિકારીઓએ કહ્યું કે- અમે આ ઘટનાની તપાસમા જોડાયા છીએ અને બહુ જલ્દી આનો ખુલાસો કરવામાં આવશે.
શ્રીનગરઃ આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડથી કર્યો હુમલો, ત્રણ નાગરિક ઘાયલ--
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકથી લગભગ એક કિલોમીટર દૂર આતંકીઓએ સીઆરપીએફના જવાનોના એક બંકર પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જોકે, આ આતંકી હુમલામાં સુરક્ષાદળોને કોઇ નુકસાન પહોંચ્યું નથી. પરંતુ ત્રણ સ્થાનિક લોકો આ ગ્રેનેડ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા.
આ ગ્રેનેડ હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ હાલમાં પોલીસે હુમલાખોરો અંગે કોઇ જાણકારી આપી નહોતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં શ્રીનગરની આસપાસ આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ બે પોલીસકર્મીઓની હત્યાની ઘટના સામે આવી હતી. નોંધનીય છે કે આ હુમલો લાલ ચોકથી ફક્ત એક કિલોમીટરના અંતર પર થયો હતો. એવામાં સુરક્ષાને લઇને લોકો ચિંતિત છે.
નોંધનીય છે કે કોરોના સંક્રમણને કારણે વિસ્તારમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ કારણ છે કે આજે રસ્તા પર સામાન્ય દિવસો કરતા ઓછી ભીડ હતી. જેના કારણે નુકસાન ઓછું થયું હતું.