શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
જાણકારી મુજબ બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. સેનાએ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
જમ્મુ કાશ્મીર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમા સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ થઈ છે. સેનાના જવાનોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. જાણકારી મુજબ બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. સેનાએ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
સુરક્ષાદળોએ ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીને ઘેરી લીધા હોવાનું પ્રવક્તાએ કહ્યું હતુ. સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણ ત્રાલ વિસ્તારમાં થઇ રહી હતી.
ગુપ્તચર દળોને એવી માહિતી મળી હતી કે હરિગામમાં આતંકવાદીઓ છૂપાયા છે. સુરક્ષાદળોએ તરત હરિગામને ઘેરી લીધું હતું અને આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપી હતી. જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યા હતા. સુરક્ષાદળોએ એનો જવાબ આપવા વળતો ગોળીબાર શરૂ કર્યા હતા. આમ સામસામે ગોળીબાર ચાલુ થયો હતો. સ્થાનિક લોકો ડરીને પોતપોતાના ઘરોમાં બેસી રહ્યા હતા.
આ અગાઉ શુક્રવારે સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં નૂરબાગના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંકતાં બે જવાનો સહિત ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો.Kashmir Zone Police: Encounter has started in Awantipora. Police & security forces are on the job. Further details shall follow. #JammuAndKashmir
— ANI (@ANI) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement