શોધખોળ કરો
Advertisement
આતંકીઓ સાથે પકડાયેલા DSP દેવેન્દ્ર સિંહને દિલ્હી લાવવાની તૈયારી, ગૃહમંત્રાલયે NIA ને સોંપી તપાસ
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સાથે પકડાયેલા ડીએસપી દેવેન્દ્ર સિંહના મામલાની તપાસ ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી દીધી છે.
શ્રીનગર: આતંકીય લાથે પકડાયેલા જમ્મુ કાશ્મીરના સસ્પેન્ડેડ ડીએસપી દેવેન્દ્ર સિંહના મામલાની તપાસ ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી દીધી છે. દેવેન્દ્રસિંહે સોમવારે સસ્પેન્ડ કરાયા હતા. તેની શનિવારે નવીદ બાબુ અને અલતાફ નામના બે આતંકીઓ સાથે ધરપકડ કરી હતી. દેવેન્દ્ર સિંહના ઘરમાંથી બે પિસ્તોલ અને એક Ak-47 પણ જપ્ત કરવામાં આવી હતી.
સૂત્રો અનુસાર, હિજબુલ મુજાહિદ્દીનના આતંકી નાવેદ બાબુ અને અલ્તાફ બાબુ 2 દિવસ સુધી શ્રીનગરના બાદામી બાગ પાસે દેવેન્દ્ર સિંહના ઘરમાં રોકાયા હતા. દેવેન્દ્ર સિંહનું અફઝલ ગુરુ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હિજબુલ મુજાહિદીના બે આતંકીઓને પંજાબ અને દલ્હી મોકલવાની તૈયારી હતી. એવી પણ આશંકા છે કે ડીએસપીએ તેમની પાસેથી મોટી રકમ પણ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, શનિવારે પકડાયેલા આતંકીઓમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનનો કમાન્ડર સૈયદ નબીદ બાબુ પણ સામેલ છે. પોલીસ અનુસાર તે સ્થાનીક લોકોની હત્યા અને અન્ય હુમલામાં સામેલ હતો. નબીદ પહેલા પોલીસ કોન્સ્ટેબલ હતો. બે વર્ષો પહેલા તે એફસીઆઈના ગોદામ પર તૈનાત હતો. તે દરમિયાન ચાર હથિયાર લઈને ભાગી ગયો હતો. આ પછી તે આતંકી સંગઠન હિઝબુલ સાથે જોડાયો હતો. ધરકપકડ કરાયેલા ડીએસપી શ્રીનગર એરપોર્ટ પર તૈનાત હતા. તમામ આતંકીઓ દિલ્હી આવવાના રસ્તા પર હતા. પોલીસે બે આતંકી એક ડીએસપી અને એક ડ્રાયવર સહિત ચારની ધરપકડ કરી હતી.Jammu & Kashmir Police: Deputy SP, Davinder Singh was earlier awarded gallantry medal for his participation in countering a fidayeen attack by terrorists at District Police Lines Pulwama on 25-26 August 2017, when he was posted there. https://t.co/gIHfHQyhGz
— ANI (@ANI) January 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement