Jammu Kashmir: જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ 24 કલાકમાં કર્યા 3 એન્કાઉન્ટર, 4 આતંકી ઠાર
જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir) માં આતંક સામે સુરક્ષાદળોનું કડક એક્શન ચાલુ છે. સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં 3 અલગ-અલગ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કર્યા છે.
Jammu Kashmir News: જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir) માં આતંક સામે સુરક્ષાદળોનું કડક એક્શન ચાલુ છે. સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં 3 અલગ-અલગ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાં(Shopian) જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ એન્કાઉન્ટર શોપિયનના બદીમર્ગ-અલૌરા વિસ્તારના બગીચાઓમાં થયું હતું.
માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નદીમ અહેમદ તરીકે થઈ છે, જે કુલગામનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે નદીમ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો અને ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ રહ્યો છે. નદીમ કુપવાડામાં પંચની હત્યામાં પણ સામેલ રહી ચૂક્યો છે.
આ પહેલાના દિવસે બે લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદીઓ જેમાંથી એકનો પાકિસ્તાન સાથે સંબંધ હતો, કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કુપવાડાના ચકતારસ કંડી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
તેમણે કહ્યું કે આતંકવાદીઓએ જવાબી કાર્યવાહી કરતા સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું, "પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના એક પાકિસ્તાની આતંકવાદી તુફૈલ સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા."
આ પહેલા સોમવારે બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે ત્રણ આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોપોરના જાલુર વિસ્તારના પાણીપુરા જંગલમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું અને જવાબી કાર્યવાહી કરવામાં આવી. કાશ્મીર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) વિજય કુમારે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો.