શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: એલઓસી પાસે IED બ્લાસ્ટ, એક જવાન શહીદ, બે ઘાયલ
એકબાજુ ઘાટીમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ત્યારે બીજી તરફ આતંકીઓ દહેશત ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પલ્લનવાલા સેક્ટરમાં એલઓસી પાસે એક આઈઈડી બ્લાસ્ટમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. જ્યારે બે જવાબ ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ એ સમયે થયો જ્યારે જવાનો આર્મી ટ્રકમાં સવાર થઈને જઈ રહ્યાં હતા. આ ઘટના બાદ તે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સેનાએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળ એલર્ટ પર છે. હુમલામાં ઇજાગ્રસ્ત જવાનોનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખીય છે. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદથી જ આતંકીઓ ઘાટીમાં સતત આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પાકિસ્તાન પણ સરહદ પર સતત સીઝ ફાયરનું ઉલ્લઘન કરી રહ્યું છે. એકબાજુ ઘાટીમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ત્યારે બીજી તરફ આતંકીઓ દહેશત ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં
અયોધ્યા વિવાદ પર SCના ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટિશન કરશે AIMPLB
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement