શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: પુલાવામાના ત્રાલમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો, સાત નાગરિકો ઘાયલ
પોલીસના એક અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલ બસ સ્ટેશન પર સુરક્ષાકર્મીઓ પર ગ્રેનેડ ફેક્યો હતો. જો કે, ગ્રેનેડ નિશાના પર ન લાગતા બજારમાં ફૂટ્યો હતો.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના બસ સ્ટેન્ડ પર આજે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે તમામ ઘાયલોની સ્થિતિ સ્થિર છે.
પોલીસના એક અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલ બસ સ્ટેશન પર સુરક્ષાકર્મીઓ પર ગ્રેનેડ ફેક્યો હતો. જો કે, ગ્રેનેડ નિશાના પર ન લાગતા બજારમાં ફૂટ્યો હતો. જેના કારણે 6 જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તે વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને હુમલાવરોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એક દિવસ પહેલા જ પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના એક મદદગારની ધરપકડ કરી હતી. તેની પાસેથી વિસ્ફોટક સામગ્રી સહિત અન્ય વસ્તૂઓ જપ્ત કરવામાં આવી હતી. તેની ઓળખ અકીફ અહમદ તેલી તરીકે થઈ હતી અને તે અવંતીપુરાના ચેરસોનો રહેવાસી છે.
આ પહેલા પાકિસ્તાનની સેનાએ શુક્રવારે નવા વર્ષે ફરી નાપાક હરકત કરતા જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર સ્થિતિ અગ્રિમ ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે 203 આતંકવાદી માર્યા ગયા છે અને તેમાંથી 166 સ્થાનીક હતા અને 37 પાકિસ્તાન તથા વિદેશી મૂળના હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement