(Source: ECI/ABP News/ABP Majha)
જાણો કોણ છે રાધા સ્વામી સત્સંગ બ્યાસના ઉત્તરાધિકારી જસદીપ સિંહ ગિલ
ધાર્મિક સંગઠન રાધા સ્વામી સત્સંગ બ્યાસ (RSSB) એ સોમવારે (2 ઓગસ્ટ) 45 વર્ષીય જસદીપ સિંહ ગિલને સંસ્થાના નવા વડા તરીકે જાહેર કર્યા છે.
Jasdeep Singh RSSB Head: ધાર્મિક સંગઠન રાધા સ્વામી સત્સંગ બ્યાસ (RSSB) એ સોમવારે (2 ઓગસ્ટ) 45 વર્ષીય જસદીપ સિંહ ગિલને સંસ્થાના નવા વડા તરીકે જાહેર કર્યા છે. રાધા સ્વામી સત્સંગ બ્યાસે જાહેરાત કરી છે કે જસદીપ સિંહ ગિલ બાબા ગુરિન્દર સિંહ ઢિલ્લોની જગ્યાએ સંસ્થાના સંરક્ષક અને 'સંત સતગુરુ' બનશે. આ ફેરફાર 2 સપ્ટેમ્બર, 2024થી લાગૂ થઈ જશે.
ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, રાધા સ્વામી સત્સંગ બ્યાસના સચિવ દેવેન્દ્ર કુમાર સીકરીએ IIT દિલ્હીના 45 વર્ષીય ભૂતપૂર્વ વિદ્યાર્થી જસદીપ સિંહની નિમણૂકની પુષ્ટિ કરી છે. જસદીપ ગિલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ડોક્ટરેટ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીમાંથી ડિગ્રી મેળવી છે.
જસદીપ સિંહ ગિલને રાધા સ્વામી સત્સંગ બ્યાસના સંરક્ષક નિયુક્ત કરવામાં આવ્યા
આ દરમિયાન RSSB સચિવ દેવેન્દ્ર કુમાર સીકરીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'બાબા ગુરિન્દર સિંહ ઢિલ્લોએ સુખદેવ સિંહ ગિલના પુત્ર જસદીપ સિંહ ગિલને રાધા સ્વામી સત્સંગ બ્યાસના સંરક્ષક તરીકે 2 સપ્ટેમ્બર, 2024થી તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે.' તેમણે આગળ કહ્યું કે નવા સંત સતગુરુ તરીકે ગિલ આધ્યાત્મિક નેતાની ભૂમિકા ભજવશે અને અનુયાયીઓને દીક્ષા આપવાનો અધિકાર હશે.
દેવેન્દ્ર કુમાર સીકરીએ વધુમાં જણાવ્યું હતું કે, "બાબાજીએ વ્યક્ત કર્યું છે કે જેમ હુઝૂર મહારાજ જી પછી તેમને સંગત તરફથી સંપૂર્ણ સમર્થન અને પ્રેમ મળ્યો છે, આવી સ્થિતિમાં, તેમણે તેમની ઇચ્છા વ્યક્ત કરી છે અને વિનંતી કરી છે કે જસદીપ સિંહ ગિલને પણ સંરક્ષક અને સંત સતગુરુ તરીકે તેમની સેવા કરવામાં સમાન પ્રેમ અને સ્નેહ મળશે.
જાણો જસદીપ સિંહ ગિલે કઈ કંપનીઓમાં મહત્વની ભૂમિકા ભજવી ?
જસદીપ સિંહ ગિલે હાલમાં જ સિપ્લા લિમિટેડમાં મુખ્ય રણનીતિ અધિકરી એટલે કે CEO પદ પરથી રાજીનામું આપ્યું છે, જ્યાં તેમણે વર્ષ 2019 થી 31 મે, 2024 સુધી કામ કર્યું હતું. આ સાથે તેઓ બોર્ડ ઓબ્ઝર્વરના રુપમાં એથેરિસ અને અચિરા લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે પણ જોડાયેલા હતા. આ સિવાય જસદીપ સિંહ ગિલ માર્ચ 2024 સુધી વેલ્થી થેરાપ્યુટિક્સના બોર્ડમાં કામ કર્યું હતું. આ પહેલા તેમણે રેનબેક્સીમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ અને સીઈઓની ભૂમિકા નિભાવી હતી.
જસદીપ સિંહ ગિલે ક્યાંથી અભ્યાસ કર્યો અને કઈ ડિગ્રી લીધી ?
જોકે, આ પહેલા તેમણે રેનબેક્સીમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ અને સીઈઓની ભૂમિકા નિભાવી હતી. આ સિવાય તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી એન્ટરપ્રિન્યોરના પ્રમુખ અને ચેરમેન પણ રહ્યા. આ સાથે જસદીપ સિંહ ગિલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે અને એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે. તેમણે IIT દિલ્હીમાંથી બાયોકેમિકલ એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજીમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.