શોધખોળ કરો
Advertisement
J&K: ઉત્તર કાશ્મીરના સોપોરમાં અથડામણ, બે આતંકી ઠાર, એક જવાન શહીદ
કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં સૈન્યનું ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે. ગુરુવારે દક્ષિણ કાશ્મીરના ત્રાલ અને બારામુલ્લા બાદ સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરમાં પણ અભિયાન ઝડપી બનાવી દીધું છે. અહી સોપોરમાં આતંકીઓ સામેના અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ અગાઉ ગુરુવારે ઘાટીમાં સુરક્ષાદળોએ બે અલગ અલગ અથડામણમાં 6 આતંકીઓને ઠાર માર્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે સોપોરના પજલપોરા ગામમાં છૂપાયેલા આતંકીઓએ અચાનક સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. જવાનોએ પણ આતંકીઓને વળતો જવાબ આપ્યો હતો. બંન્ને તરફથી થયેલા ફાયરિંગમાં બે આતંકીઓને ઠાર મરાયા હતા. અથડામણમાં એક જવાન શહીદ થયો હતો.
સુરક્ષાદળોએ વિસ્તારને ખાલી કરાવી દીધો હતો. સ્થિતિને જોતા સ્કૂલ અને કોલેજોને પણ બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે ઇન્ટરનેટ સેવા પણ સસ્પેન્ડ કરી દેવાઇ હતી. આ અગાઉ ગુરુવારે સાંજે આતંકીઓએ ત્રાલમાં સૈન્યના એક કેમ્પને નિશાન બનાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement