શોધખોળ કરો
ટ્વિટર પર ફેલાઈ તમિળનાડુના CM જયલલિતાના મૃત્યુની અફવા

નવી દિલ્લી: તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા બીમાર છે અને ગત દિવસોમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘણા દિવસોથી તેમને સાર્વજનિક રૂપથી જોવા મળ્યા નથી. જેના લીધે સોશિયલ મીડિયા પર તેમના વિશે ચર્ચા ચાલી રહી છે. ટ્વિટર પર એ અફવાહ પણ ચાલી રહી છે કે જયલલિતા હવે આ દુનિયામાં રહ્યા નથી. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે તે અરજીને નકારી દીધી હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી જયલલિતાના સ્વાસ્થ્ય વિશેની જાણકારી આપવાની માંગ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કોર્ટે આ અરજીને પ્રચાર સંબંધિત અરજી માની છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે વિસ્તૃત રિપોર્ટની માંગ કરતા ટ્રેફિક રામાસ્વામીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં એ કહેવામાં આવ્યું હતું કે, ‘તમિલનાડુના લોકો જાણવા માંગે છે કે જયલલિતાનું સ્વાસ્થ્ય કેવું છે. તાવ અને ડિહાઈડ્રોશનની ફરિયાદ પર જયલલિતાને 22 સપ્ટેબરે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને જોવા માટે બ્રિટિશ ડૉક્ટરોને પણ બોલાવવામાં આવ્યા હતા.
વધુ વાંચો





















