JEE Main Results Declared: જેઈઈ મેઈન જુલાઈ 2021નુ પરીણામ જાહેર, અહી કરી શકો છો ચેક
JEE Main Results Declared: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જેઈઈ મેઈન જુલાઈ 2021 પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું છે. જેઈઈ મેઈનની વેબસાઈટ jeemain.nta.nic.in પર પરીણામની લીંક એક્ટિવ થઈ ગઈ છે.
JEE Main Results Declared: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જેઈઈ મેઈન જુલાઈ 2021 પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું છે. જેઈઈ મેઈનની વેબસાઈટ jeemain.nta.nic.in પર પરીણામની લીંક એક્ટિવ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે એનટીએ ત્રીજા તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષાની ફાઈનલ આન્સર કી 5 ઓગસ્ટે જાહેર કરી હતી.
આ પરીક્ષા આ વર્ષે એપ્રિલમાં યોજાવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી છે. બાદમાં ત્રીજા તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષાનું આયોજન 20 જૂલાઈ, 22, 25 અને 27 જુલાઈ 2021 ના કરવામાં આવ્યું હતું. જ્યારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારના ઉમેદવારોની પરીક્ષા 3 અને 4 ઓગસ્ટના આયોજીત કરાઈ હતી.
સેશન-3 પરીક્ષા માટે દેશભરના કુલ 7.09 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે રજિસ્ટર કર્યું હતું. દેશભરના 334 શહેરોમાં 828 કેંદ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા બે શિફ્ટમાં આયોજીત કરાઈ હતી.
આ રીતે ચેક કરો પરીણામ
આધિકારીક વેબસાઈટ Jeemain.nta.nic.in પર વિઝીટ કરો.
હોમપેઈજ પર જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન (મેઈન) 2021 સેશન-3 પરીણામ લિંક પર ક્લિક કરો.
હવે નવું પેઈજ ખુલશે. અહીં એક્ઝામિનેશન સેશન પસંદ કરો અને પોતાનો એપ્લીકેશન નંબર, તારીખ અને જન્મતારીખ અને સિક્યોરિટી પીન ભરી સિલેક્ટ કરો.
હવે તમારુ પરીણામ ( સ્કોરકાર્ડ) સ્ક્રીન પર ઓપન કરવામાં આવશે.