JEE Main Result 2021: JEE Main પરીણામ આજે જાહેર થશે, આ રીતે કરો ચેક
JEE Main 2021 Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) થોડી વારમાં જેઈઈ મેન (JEE Main) નું પરિણામ જાહેર કરશે. શિક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટી કરી છે.
JEE Main 2021 Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) થોડી વારમાં જેઈઈ મેન (JEE Main) નું પરિણામ જાહેર કરશે. શિક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટી કરી છે. પરીણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ એનટીએની વેબસાઈટ https://jeemain.nta.nic.in પર જઈને પોતાનું પરીણામ ચેક કરી શકશે.
JEE Main results to be declared today: Ministry of Education pic.twitter.com/kX8yW1riHo
— ANI (@ANI) September 14, 2021
જેઈઈ મેન 2021ના સેશન 4ની પરીક્ષા 26, 27, 31 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર અને 2 સપ્ટેમ્બરના આયોજીત કરવામાં આવી હતી. આ પરીક્ષા દેશભરના 334 શહેરોમાં આયોજીત કરવામાં આવી હતી. આ પરીક્ષાના ટોપ 2.5 લાખ ઉમેદવારોને જેઈઈ એડવાન્સમાં આવેદન કરવા માટે યોગ્ય માનવામાં આવશે. જેઈઈ એડવાન્સ માટે ઓનલાઈન આવેદન પ્રક્રિયામાં જેઈઈ મેનનું પરીણામ ન આવવાના કારણે મોડુ થઈ રહ્યું છે.
આ રીતે ચેક કરો જેઈઈ મેન 2021નું પરીણામ
1. સૌથી પહેલા ઉમેદવારોએ એનટીએની આધિકારીક વેબસાઈટ https://jeemain.nta.nic.in પર જવું પડશે.
2. અહીં તેમણે હોમપેઈજ પર આ પરીણામની લિંક મળી જશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
3. બાદમાં એક નવી વિન્ડો ઓપન થશે, જેમાં પોતાની લોગ ઈન વિવરણ નોંધવું પડશે.
4. ત્યારબાદ પરીણામ ચેક કરવા માટે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ પરીણામ આવશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.