શોધખોળ કરો
Advertisement
ઝારખંડ વિધાનસભા ચૂંટણી: પાંચમા અને અંતિમ તબક્કામાં 16 બેઠકો પર 68.99 ટકા થયું મતદાન
પાંચમા અને અંતિમ તબક્કામાં 16 સીટો પર કુલ 237 ઉમેદવારો કિસ્મત અજમાવી રહ્યાં છે. રાજ્યની 81 બેઠકો પર 23 ડિસેમ્બરે મતગણતરી થશે. રાજ્યની 81 બેઠકો પર 23 ડિસેમ્બરે મતગણતરી થશે.
રાંચીઃ ઝારખંડમાં શુક્રવારે 16 વિધાનસભા બેઠકો પર પાંચમા અને અંતિમ તબક્કાનુ મતદાન થયું હતું. જેમાં પાંચ વાગ્યા સુધી 68.99 ટકા મતદાન નોંધાયું હતું. 16 સીટો પર કુલ 237 ઉમેદવારો કિસ્મત અજમાવી રહ્યાં છે. રાજ્યની 81 બેઠકો પર 23 ડિસેમ્બરે મતગણતરી થશે.
જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનની અગ્ની પરીક્ષા છે, જ્યારે રઘુવર દાસ સરકારના બે મંત્રી લુઈસ મરાંડી અને રણધીર સિંહની શાખ દાવ પર છે.
ઝારખંડમાં બોરિયા, બરહેટ, લિટીપારા, મહેશપુર, શિકારીપારા બેઠકો પર સવારે 7 વાગ્યાથી શરૂ થી બપોરે 3 વાગે સુધી મતદાન પુરુ થયું હતું. બાકી અન્ય બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇને સાંજે 5 વાગ્યા સુધી થયું હતું. સોરેન બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. દુમકામાં બીજેપી ઉમેદવાર તથા મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી લૂઇસ મરાંડી તેમને જબરદસ્ત ટક્કર આપી રહ્યાં છે. જ્યારે બરહેટ બેઠક પર બીજેપી નેતા સાઇમન મલ્ટો સામે ટક્કર છે. રાજ્યની વિધાનસભામાં કુલ 81 બેઠકોમાંથી 65 બેઠકો પર ચાર તબક્કામાં મતદાન થયું હતું. જે 30 નવેમ્બરથી 16 ડિસેમ્બરની વચ્ચે થયુ હતુ. હવે મતગણતરી આગામી 23 ડિસેમ્બરે યોજાવવાની છે.#JharkhandAssemblyPolls 5th phase: 68.99% voter turnout recorded till 5 PM.
— ANI (@ANI) December 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion