શોધખોળ કરો
Advertisement
JMMના નેતા હેમંત સોરેને NRC મુદ્દે શું કહ્યું ? જાણો વિગત
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનની જીત પર ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર હેમંત સોરેને ખુશી વ્યક્ત કરી હતી. હેમંત સોરેનએ કહ્યું, ઝારખંડની જતનાએ જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તેના માટે જનતાનો આભારી છું. ઝારખંડના લોકો માટે આજે ઉત્સાહનો દિવસ છે.
રાંચી: ઝારખંડ વિધાનસબા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે. મહાગઠબંધનને સ્પષ્ટ બહુમત મળી રહી છે, જયારે સત્તારૂઢ ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 8.00 કલાક સુધીમાં 81 પૈકી 37 બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ 13 બેઠક જીતી ચુક્યું છે, જ્યારે 12 બેઠકો પર આગળ છે. JMM 13 બેઠક જીતી ચુક્યું છે અને 17 પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 8 બેઠક જીત્યું છે અને 8 પર આગળ છે. AJSUની 2 બેઠક પર જીત થઈ છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનની જીત પર ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર હેમંત સોરેને ખુશી વ્યક્ત કરી હતી. હેમંત સોરેનએ કહ્યું, ઝારખંડની જતનાએ જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તેના માટે જનતાનો આભારી છું. ઝારખંડના લોકો માટે આજે ઉત્સાહનો દિવસ છે. સાથે જ આ દિવસ મારા માટે એક સંકલ્પ લેવાનો દિવસ છે. અહીંના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાનો દિવસ છે.
NRC મુદ્દે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, રાજ્યના લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈશું. ઝારખંડના ભાવી મુખ્યમંત્રી હેમંત સોરેનએ કહ્યું હું ગઠબંધનની જીત માટે માટે લાલુ યાદવ અને સોનિયા ગાંધીનો આભાર માનું છું.
હેમંત સોરેનએ કહ્યું, આ જનાદેશ શીબૂ સોરેનના પરિશ્રમ અને ત્યાગનું પરિણામ છે. આજે એ ઉદેશ્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. જેએમએમની સાથે કૉંગ્રેસ અને આરજેડીના લોકો આવ્યા તેમના માટે તેનો આભારી છું. આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામને લઈ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન અમરેલીઃ ધારીના ડાભાળી જીરામાં મજૂરને ફાડી ખાનારો સિંહ પૂરાયો પાંજરે, જાણો વિગતે#Jharkhand Mukti Morcha leader Hemant Soren on being asked whether National Register of Citizens (NRC) will be implemented in the state: We will take a decision keeping in mind the interest of the state. pic.twitter.com/HY6EyhSF63
— ANI (@ANI) December 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion