શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, બસમાં બેસાડી પરત મોકલ્યા
રાષ્ટ્રપતિ ભવન તરફ જઇ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને રોકી દીધા હતાં. આ દરમિયાન દેખાવકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં બુકાનીધારી લોકોના હુમલાની વિરુદ્ધ ગુરુવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવનની તરફ માર્ચ કરવાના પ્રયાસ કરવા દરમિયાન પોલીસે રોક્યા અને બાદમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે રાષ્ટ્રપતિ ભવન તરફ જઇ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને રોકી દીધા હતાં. આ દરમિયાન દેખાવકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
#WATCH Delhi Police remove women protesters while they were marching towards Rashtrapati Bhavan. Students are demanding removal of the Jawaharlal Nehru University's Vice Chancellor following Jan 5 violence in the campus. pic.twitter.com/HzT2AjkZF5
— ANI (@ANI) January 9, 2020
જેએનયુ વિદ્યાર્થી સંઘ અને જેએનયુ શિક્ષક સંઘે માનવ વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી કુલપતિ એમ. જગદીશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી. બીજી તરફ એચઆરડી મંત્રાલયના અધિકારીઓ અને જેએનયુ પ્રતિનિધિમંડળ વચ્ચે મળેલી બેઠક સમાપ્ત થઇ ગઇ છે. બેઠક બાદ જેએનયુએસયુની અધ્યક્ષ આઇશી ઘોષે કહ્યું કે, જ્યાં સુધી કુલપતિ એમ જગદીશ કુમારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારની વાતચીત નથી થાય. JNUSUએ ટ્વિટ કરી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જેએનયુએસયુએ કહ્યું કે, સાંજના 6 વાગ્યાનો સમય છે. શું પોલીસ બતાવી શકે છે કે, કેટલીક મહિલા પ્રદર્શનકારીઓને કથિત રૂપ સૂર્યાસ્ત બાદ વિના કોઇ મહિલા અધિકારીની હાજરીમાં કેમ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે ?Delhi: Police detain protesters near Ambedkar Bhawan. They were marching towards Rashtrapati Bhavan demanding removal of the Jawaharlal Nehru University's Vice Chancellor following Jan 5 violence in the campus. https://t.co/9T6ruAZnf6 pic.twitter.com/mCMtGwi9Zl
— ANI (@ANI) January 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement