શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીથી બસમાં જઈ શકશો લંડન, 70 દિવસની થશે મુસાફરી, જાણો રૂટ અને કેટલુ થશે ભાડુ
ગુડગાવની ખાનગી ટ્રાવેલ કંપનીએ 15 ઓગસ્ટના એક બસ સર્વિસ લોન્ચ કરી જેનું નામ 'બસ ટૂ લંડન'છે. આ બસના માધ્યમથી 70 દિવસમાં તમે દિલ્હીથી લંડન પહોંચી શકો છો.
નવી દિલ્હી: જો તમને દુનિયા ફરવાનો શોખ છે તો આ સમાચાર તમારા માટે છે. દિલ્હીથી લંડન જવા માટે લોકો હવાઇ મુસાફરીનો ઉપયોગ કરે છે, પરંતુ હવે તમે રોડ માર્ગે પણ દિલ્હીથી લંડન જઇ શકશો. ગુડગાવની ખાનગી ટ્રાવેલ કંપનીએ 15 ઓગસ્ટના એક બસ સર્વિસ લોન્ચ કરી જેનું નામ 'બસ ટૂ લંડન'છે. આ બસના માધ્યમથી 70 દિવસમાં તમે દિલ્હીથી લંડન પહોંચી શકો છો, તે પણ રોડ માર્ગે અને આ મુસાફરી એક તરફી રહેશે.
18 દેશોમાંથી પસાર થવું પડશે
70 દિવસના દિલ્હીથી લંડનના સફરમાં તમારે 18 અન્ય દેશોમાંથી પસાર થવું પડશે. આ દેશોમાં ભારત, મ્યાંમાર, થાઇલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિઝસ્તાન, ઉજ્બેકિસ્તાન, કઝાકિસ્તાન, રૂસ, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક ગણરાજ્ય, જર્મની, નેધરલેન્ડ, બેલ્ઝિયમ, ફ્રાંસ અને યૂનાઇડેટ કિંગડમ છે. જોકે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થશે કે આ કેવી રીતે શકય થશે.
આ લોકો પહેલા પણ રોડ માર્ગે જઈ ચૂક્યા છે લંડન
દિલ્હી નિવાસી તુષાર અને સંજય મદાન બંને પહેલાં પણ રોડ માર્ગે દિલ્હીથી લંડન જઇ ચૂક્યા છે. એટલું જ નહી બંનેએ 2017, 2018 અને 2019માં આ સફર કાર વડે પુરી કરી હતી. તેના આધારે આ વખતે 20 લોકો સાથે આ સફર બસ વડે પુરો કરવાનો પ્લાન છે.
'બસ ટૂ લંડન'માં શુ મળશે સુવિધાઓ
'બસ ટૂ લંડન'ના આ સફરમાં તમને દરેક સુવિધા પુરી પાડવામાં આવશે. આ સફર માટે ખાસ પ્રકારની બસ તૈયાર કરવામાં આવી રહી છે. આ બસમાં 20 સવારીઓને બેસવાની વ્યવસ્થા હશે. અને તમામ સીટો બિઝનેસ ક્લાસની હશે. બસમાં 20 મુસાફરો ઉપરાંત 4 અન્ય લોકો હશે, જેમાં એક ડ્રાઇવર, એક આસિસ્ટન્ટ ડ્રાઇવર , ઓર્ગેનાઇઝર તરફથી એક કેરટેકર અને એક ગાઇડ પણ સાથે રહેશે. જોકે 18 દેશોની આ મુસાફરીમાં ગાઇડ બદલાતા રહેશે. જેથી મુસાફરોને કોઇ પણ પ્રકારની સમસ્યા ના થાય.
સફર માટે 10 વીઝાની પડશે જરૂર
હવે તમારા મનમાં પશ્ન જરૂર થશે કે મુસાફરી પુરી કરવા માટે વીઝા અને કેટલા પૈસા લાગશે ? તો તમને જણાવી દઇએ કે એક વ્યક્તિને આ સફર માટે 10 દેશોના વીઝાની જરૂર પડશે. મુસાફરોને કોઇપણ પ્રકારની પરેશાની ન થાય એટલા માટે ટ્રાવેલર કંપની જ તમારા વીઝાની વ્યવસ્થા કરશે.
દિલ્હીથી લંડન સુધીના સફર માટે તમારે 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે
'બસ ટૂ લંડન'ના આ સફર માટે 4 કેટેગરી પસંદ કરવામાં આવી છે. કોઈ પાસે સમયનો અભાવ છે અને તે લંડન સુધીની સફર નથી પૂરી કરી શકતા, અને તે અન્ય દેશોમાં ફરવા માંગે છે, તો તે અન્ય કેટેગરી પસંદ કરી શકે છે. દરેક કેટેગરી માટે તમારે અલગ-અલગ પૈસા ચૂકવવા પડશે. દિલ્હીથી લંડન સુધીના સફર માટે તમારે 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ ટૂર માટે તમને ઈએમઆઈનો ઓપ્શન પણ મળશે.
મે 2021 થી થઈ શકે છે શરૂઆત
એડવેન્ચર ઓવરલેન્ડ ટ્રાવેલર કંપનીના ફાઉન્ડર તુષાર અગ્રવાલે જણાવ્યું કે 'હું અને મારા સાથે સંજય મદાને 2017, 2018 અને 2019 માં કાર વડે દિલ્હીથી લંડન ગયા હતા, તો બીજી તરફ અમારી સાથે કેટલાક અન્ય સાથી પણ હતા. અમે દર વર્ષે આ પ્રકારની એક ટ્રિપ ઓર્ગેનાઇઝ કરીએ છીએ.
તેમણે જણાવ્યું કે, અમારી પાસે ઘણા લોકોએ આ પ્લાનમાં સામેલ થવાની ઈચ્છા જાહેર કરી છે. ત્યારબાદ અમે આ બસનો પ્લાન બનાવ્યો છે. આ ટ્રિપને 15 ઓગસ્ટે લોન્ચ કરી છે. અમે આશા કરીએ છીએ કે અમારી આ સફર મે 2021થી શરૂ થાય. હાલમાં કોરોનાને જોતા મુસાફરીનું રજિસ્ટ્રેશન શરૂ નથી કર્યું. ભારતની સાથે સાથે અન્ય દેશોની પરિસ્થિતિને જોતા આ મુસાફરી શરૂ કરવામાં આવશે.
તુષાર અગ્રવાલે જણાવ્યું કે '70 દિવસની આ મુસાફરીમાં અમે દરેક પ્રકારની સુવિધા લોકોને આપશું. જે હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવશે, તે 4 સ્ટાર અથવા 5 સ્ટાર હોટલ હશે. મુસાફરો જો અન્ય દેશોમાં ભારતીય જમવાનો આનંદ માણવા ઈચ્છે તો તે અનુસાર જમવાનું આપવામાં આવશે, પછી તે કોઈપણ દેશમાં હોય.
તેમણે કહ્યું, આ મુસાફરી માટે પૈશનેટ હોવું ખૂબ જ જરૂરી છે. દુનિયા ફરવાનો શોખ હશે તો જ તમે આ સફરમાં સામેલ થશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion