jp nadda : ગુલામ નબી આઝાદના રાજીનામા પર BJP ચીફ જેપી નડ્ડાએ આપ્યું મોટું નિવેદન, જાણો
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, "જે લોકો 20-40 વર્ષથી કોંગ્રેસ સાથે હતા તેઓએ પાર્ટી છોડી દીધી કારણ કે તેઓ હવે રાષ્ટ્રીય કે પ્રાદેશિક નથી. હવે તે માત્ર વંશવાદ અને ભાઈ-બહેનની પાર્ટી છે."
JP Nadda News: સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ત્રિપુરાથી સીધા ગુવાહાટી પહોંચ્યા હતા. જેપી નડ્ડાનું ગોપીનાથ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી, તેમણે સાંજે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
'કોંગ્રેસ વંશવાદની પાર્ટી છે'
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, "જે લોકો 20-40 વર્ષથી કોંગ્રેસ સાથે હતા તેઓએ પાર્ટી છોડી દીધી કારણ કે તેઓ હવે રાષ્ટ્રીય કે પ્રાદેશિક નથી. હવે તે માત્ર વંશવાદ અને ભાઈ-બહેનની પાર્ટી છે."
જેપી નડ્ડા અહીં જ અટક્યા નથી. તેમણે વધુમાં કહ્યું, "સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ કેમ નાની થઈ રહી છે? કેમ નબળી પડી રહી છે? કારણ કે તેઓએ સ્થાનિક આકાંક્ષાઓને રાષ્ટ્રીય આકાંક્ષાઓ સાથે જોડી નથી."
નડ્ડા ટીએમસી પર વરસ્યા
કોંગ્રેસ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અનેક વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર નિશાન સાધતા જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ ટીએમસીની જનવિરોધી નીતિ, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, મહિલાઓ પર અત્યાચારની વિરુદ્ધ છે. રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ અને કાયદાના શાસનની શું સ્થિતિ છે? ત્યાં એક મહિલા મુખ્યમંત્રી છે અને પશ્ચિમ બંગાળ મહિલાઓની તસ્કરીમાં ટોચ પર છે.
જેપી નડ્ડા પૂર્વોત્તરના પ્રવાસે છે
ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પૂર્વોત્તરના પ્રવાસે છે. આજે તેમણે ગુવાહાટીમાં ભાજપના સંગઠન કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે નડ્ડા બપોરે ત્રિપુરાથી આસામ પહોંચ્યા અને રિનોવેટેડ 'પદ્મ ભવન'નું ઉદ્ઘાટન પણ કર્યું. આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓ સહિત પૂર્વોત્તર ભારતના તમામ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ સમારોહમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન