(Source: ECI/ABP News/ABP Majha)
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા
18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં સોમવારે (24 જૂન) સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
Parliament Session: 18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં સોમવારે (24 જૂન) સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે.
Union Minister and BJP National President JP Nadda has been appointed as the Leader of the House of the Rajya Sabha.
— ANI (@ANI) June 24, 2024
(File Photo) pic.twitter.com/nd8f5BtUu4
18મી લોકસભાના પ્રથમ સત્રની પ્રથમ બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમની મંત્રી પરિષદના સભ્યો તેમજ અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ ગૃહના સભ્યો તરીકે શપથ લીધા હતા. કાર્યકારી સ્પીકર (પ્રોટેમ સ્પીકર) ભર્તૃહરિ મહતાબે ગૃહની કાર્યવાહી શરૂ કરી અને સભ્યોને શપથ લેવડાવ્યા.
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યા છે. PM મોદી અને તેમના મંત્રીમંડળે 9 જૂને શપથ લીધા હતા. વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટાયા છે. કાર્યવાહી શરૂ થતાં જ સદનના નેતા હોવાના નાતે નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ શપથ લીધા હતા.
જ્યારે પીએમ મોદી શપથ લઈ રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ હાથમાં બંધારણ રાખ્યું હતું
આ દરમિયાન શાસક પક્ષના સભ્યોએ 'મોદી મોદી' અને 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. જ્યારે વડા પ્રધાન શપથ લઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના સભ્યો હાથમાં બંધારણની નકલ લઈને પોતપોતાની જગ્યાએ ઊભા હતા. ગૃહમંત્રી અમિત શાહ શપથ લેવા આવ્યા ત્યારે પણ વિપક્ષના સભ્યોએ હાથમાં બંધારણની નકલ પકડી રાખી હતી. જો કે આ દરમિયાન તેઓ પોતપોતાની જગ્યાએ બેઠા હતા.
ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં મહતાબે રાષ્ટ્રપતિ ભવનમાં ગૃહના સભ્ય અને કાર્યકારી અધ્યક્ષ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન મોદી પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ સભ્યો રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેએ સભ્યો તરીકે શપથ લીધા. બંને સભ્યો આગામી બે દિવસ સુધી ગૃહની કાર્યવાહી ચલાવવામાં કાર્યકારી અધ્યક્ષ મહતાબને મદદ કરશે.
કોંગ્રેસે પ્રોટેમ સ્પીકરની ચૂંટણી સામે વાંધો વ્યક્ત કર્યો હતો
સિંહ અને કુલસ્તેની સાથે કોંગ્રેસના સભ્યો કે સુરેશ, ડીએમકેના ટીઆર બાલુ અને તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયને પણ અધ્યક્ષની પેનલમાં પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ તેઓએ શપથ લીધા ન હતા. કોંગ્રેસે પ્રોટેમ સ્પીકર તરીકે મહતાબની ચૂંટણી સામે વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષી પાર્ટીનું કહેવું છે કે તેમના આઠ વખતના સભ્ય સુરેશને આ પદની ચૂંટણી માટે અવગણવામાં કરવામાં આવી છે.