શોધખોળ કરો
Advertisement
Kanpur Encounter: પોલીસ કર્મીઓની હત્યાથી લઈને વિકાસ દુબેના અંતિમ સંસ્કાર સુધી, જાણો કઈ તારીખે શું થયું?
કાનપુરના વિકરૂકાંડના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે શુક્રવારે એસટીએફ સાથેના કથિત એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. શુક્રવારે મોડી સાજે વિકાસ દુબે અંતિમ સંસ્કાર ભૈરવ ઘાટી સ્થિત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
કાનપુરના વિકરૂકાંડના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે શુક્રવારે એસટીએફ સાથેના કથિત એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. શુક્રવારે મોડી સાજે વિકાસ દુબે અંતિમ સંસ્કાર ભૈરવ ઘાટી સ્થિત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પોસ્ટમોર્ટમ કરનાર એક ડોક્ટરે કહ્યું હતું કે, વિકાસ દુબેના પોસ્ટમોર્ટમનો વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં જો પણ સામે આવ્યું છે તે અંગે પોલીસને જણાવી દીધું છે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ જલ્દી સોંપી દેવામાં આવશે. બિકરૂકાંડ અને તેનો ઘટનાક્રમ આ પ્રકારે છે.
3 જુલાઈ
-કાનપુરના ચૌબેપુર વિસ્તારના બિકરૂ ગાંવમાં વિકાસ દુબેના સાથીઓ દ્વારા ઘાત લગાવીને કરવામાં આવેલ હુમલામાં પોલીસ અધિકારી દેવેન્દ્ર મિશ્રા, ત્રણ સબ ઈન્સ્પેક્ટર અને ચાર પોલીસ કર્મીઓની મોત.
- ઘટના બાદ ગણતરીની મીનિટોમાં જ દુબેના બે સાથી એન્કાઉન્ટરમાં માર્યા ગયા.
4 જુલાઈ
-ચૌબેપુરના પોલીસ અધિકારી વિનય તિવારીને પોલીસની તમામ જાણકારી વિકાસ દુબેને આપતા હોવાની શંકામાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
- પોલીસે દુબેના બિકરૂ ગામમાં આવેલા બંગલોને જમીનદોસ્ત કર્યું હતું.
5 જુલાઈ
- વિકાસ દુબેનો સાથી દયાશંકર અગ્નિહોત્રી કાનપુરમાં એક એન્કાઉન્ટર બાદ ધરપકડ થઈ હતી
6 જુલાઈ
- સરકારે ચૌબેપુર પોલીસ સ્ટેશનના ત્રણ અન્ય પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
- સરકારે કહ્યું કે, તેઓ આ ઘટનામાં માર્યા ગયેલા પોલીસ અધિકારી દેવેન્દ્ર મિશ્રાના તે કથિત પત્રમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે જેમાં વિકાસ દુબે અને ચૌબેપુરના સમકાલીન પોલીસ અધિકારી વિનય તિવારીની વચ્ચે સંબંધ હોવાની વાત કરવામાં આવી હતી.
7 જુલાઈ
- સરકારે ચૌબેપુર વિસ્તારમાં તૈનાત તમામ 68 પોલીસ કર્મીઓને લાઈમાં હાજર કર્યાં.
- દુબેના ત્રણ સાથીની પણ ધરપકડ થઈ
- કાનપુરના પોલીસ અધિકારી અનંત દેવ તિવારી એસટીએફના ડેપ્યુટી ઈન્સેપક્ટર જનરલ પદથી હટાવી પીએસી મુરાદાબાદ બદલી કરવામાં આવી હતી.
8 જુલાઈ
- વિકાસ દુબેના વધુ એક મિત્ર પોલીસની સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો જ્યારે અન્ય 6 મિત્રોની ધરપકડ થઈ હતી.
- ચૌબેપુરના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી વિનય તિવારી અને સસ્પેન્ડ કરવામાં આવેલ બીટ ઈન્ચાર્જ કે કે શર્માની ધરપકડ થઈ
- એસટીએફે વિકાસ દુબેના સંબંધી રાજુ નિગમની મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાંથી ધરપકડ કરી.
9 જુલાઈ
- મધ્ય પ્રદેશ પોલીસે વિકાસ દુબેને ઉજ્જૈનના મહાકાલ મંદિરના બહારથી ધરપકડ કરીને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપ્યો
- દુબેના સાથી પ્રભાત અને પ્રવિણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયાં
- દુબેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી
10 જુલાઈ
- ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહેલા વિકાસ દુબે સચેંડી વિસ્તારમાં એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર થયો
- શુક્રવારે મોડી રાતે વિકાસ દુબેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement