Karnataka Election Result 2023: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ શું કર્યો કમાલ, જયરામ રમેશે ટ્વિટ કરી કર્યો મોટો દાવો?
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવામા આવ્યા છે
Bharat Jodo Yatra Impact In Karnataka Election Result 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવામા આવ્યા છે. અત્યાર સુધીમાં ચૂંટણી પંચના આંકડા મુજબ કર્ણાટકની 224 બેઠકોમાંથી 145 બેઠકો પર જીત-હાર નક્કી થઈ ચૂક્યા છે. આ બેઠકોમાંથી કોંગ્રેસે 82 અને ભાજપે 44 બેઠકો જીતી છે. જેડીએસના ખાતામાં 15 સીટો ગઈ છે.
While this is the direct impact of the #BharatJodoYatra in Karnataka, the intangible impact was uniting the party, reviving the cadre and shaping the narrative for the Karnataka elections. It was during the Bharat Jodo Yatra, from the many conversations @RahulGandhi had with the… pic.twitter.com/r1JOWMoei3
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 13, 2023
આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના રૂટમાં કોંગ્રેસે સીટો જીતી છે. ચાલો જાણીએ કર્ણાટક ચૂંટણીમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની શું અસર થઇ છે.
કર્ણાટકમાં 30 સપ્ટેમ્બર 2022થી 19 ઓક્ટોબર 2022 સુધી કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 20 દિવસમાં 511 કિલોમીટરની યાત્રા કરી હતી. આ દરમિયાન રાહુલ રાજ્યના 7 જિલ્લાઓ (ચામરાજનગર, મૈસૂર, મંડ્યા, તુમકુરુ, ચિત્રદુર્ગા, બેલ્લારી, રાયચુર)માંથી પસાર થયા હતા જેમાં 51 વિધાનસભા બેઠકો છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને સાંજે 4 વાગ્યા સુધીમાં આ સાત જિલ્લાની 20 બેઠકોના પરિણામો શેર કર્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે 20માંથી 15 બેઠકો કોંગ્રેસે જીતી છે, જ્યારે 2018માં આ 20માંથી માત્ર 5 બેઠકો કોંગ્રેસને મળી હતી.
Karnataka Election Results 2023: કરોડોની સંપત્તિ, ભ્રષ્ટાચારના આરોપ.... કોણ છે કર્ણાટકમાં કોંગ્રેસના ‘સંકટમોચક’ ડીકે શિવકુમાર
Karnataka Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આવા ઘણા નેતાઓ ચર્ચામાં હતા, પરંતુ સૌથી વધુ ચર્ચામાં એક નામ ડીકે શિવકુમારનું છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડ્યા હતા, ડીકે શિવકુમારની કનકપુરા સીટ પરથી જીત થઈ છે. તેમણે આશરે 40 હજાર વોટથી જીત હાંસલ કરી છે. ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી છે. તેઓ કોણ છે અને શા માટે તેઓ ચર્ચામાં છે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું.
ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે
ડીકે શિવકુમાર હાલમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ ગાંધી પરિવારના ખૂબ જ નજીકના ગણાતા નેતા છે. આ વખતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ માટે સીએમ ઉમેદવાર પણ છે. સીએમ પદ માટે તેમની સીધી ટક્કર સિદ્ધારમૈયા સાથે છે. રાજનેતા હોવા ઉપરાંત, ડીકે શિવકુમાર એક શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર પણ છે. તેમણે વર્ષ 2006માં કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી મૈસૂરમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ઓફ આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.