શોધખોળ કરો
Advertisement
કર્ણાટક સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ફ્લાઈટ, બસ અને ટ્રેનમાં આવનાર યાત્રીઓએ આટલાં દિવસ રહેવુ પડશે કોરેન્ટાઈન? જાણો
કર્ણાટક સરકારે તો છ રાજ્યોને એક કેટેગરીમાં રાખ્યા છે અને આવનારા લોકો માટે અલગ-અલગ નિયમો બનાવ્યા છે. આ રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, એમપી, ગુજરાત અને તમિલનાડુ છે.
લોકડાઉનની વચ્ચે દેશમાં બસ, ટ્રેન સેવા શરૂ થયા બાદ આજથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરીની શરૂઆત થઈ છે. લગભગ બે મહિના સુધી હવાઈ મુસાફરી બંધ રહ્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન સમગ્ર દેશમાં આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4:45 મીનિટે પુણે માટે સૌથી પહેલી ફ્લાઈટ રવાના થઈ હતી.
એક બાજુ દેશમાં ઘરેલૂ હવાઈ સેવા શરૂ થઈ છે ત્યારે અલગ-અલગ રાજ્યોના વિમાનમાં આવનાર મુસાફરો માટે અલગ-અલગ નિયમ બનાવ્યા છે. ઘણી જગ્યાએ 7 દિવસ સુધી કોરેન્ટાઈન તો ઘણી જગ્યાએ 14 દિવસ સુધી કોરેન્ટાઈન તો અમુક જગ્યાએ તો કોરેન્ટાઈન જ નથી. હવે આને લઈને અનેક સવાર ઉઠી રહ્યાં છે કે ખતરો એક જ છે તો પછી ફ્લાઈટથી આવનારા મુસાફરો બસ અથવા ટ્રેનથી આવનારા મુસાફરો માટે નિયમોમાં ભેદભાવ કેમ?
કર્ણાટકમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ?
કર્ણાટક સરકારે તો છ રાજ્યોને એક કેટેગરીમાં રાખ્યા છે અને આવનારા લોકો માટે અલગ-અલગ નિયમો બનાવ્યા છે. આ રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, એમપી, ગુજરાત અને તમિલનાડુ છે. આ છ રાજ્યોમાંથી લોકો ફ્લાઈટ મારફતે આવી રહ્યાં છે તો તેમને 7 દિવસ સુધી સરકારી કોરેન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે. 7 દિવસ પછી યાત્રીને હોમ કોરેન્ટાઈનમાં રહેવું પડશે. જો ટ્રેન અથવા બસ મારફતે કર્ણાટક પહોંચે છે તો તેને 14 દિવસ સુધી હોમ કોરેન્ટાઈનમાં રહેવું પડશે.
પંજાબમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ?
ટ્રેન, બસ અને ફ્લાઈટથી આવનાર મુસાફરો માટે પંજાબ સરકારે એક જ નિયમ રાખ્યો છે. પંજાબ સરકારના નિયમ પ્રમાણે જે યાત્રી વિમાનથી આવશે તેણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. કોઈ ટ્રેન અથવા બસથી આવી રહ્યું છે તેને બે અઠવાડિયા માટે હોમ કોરેન્ટાઈન રહેવું પડશે.
મહારાષ્ટ્રમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ?
મહામારીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર સરકારે પણ ફ્લાઈટથી આવાનાર મુસાફરોને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઈન રહેવું પડશે. કોઈ ટ્રેન અથવા બસથી આવી રહ્યું છે તો તેને પણ બે અઠવાડિયા માટે હોમ કોરેન્ટાઈન રહેવું જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion