ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં રોકી દેવાઈ કેદારનાથ યાત્રા, ઉત્તરાખંડના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
દેશભરમાં ચોમાસાની અસર દેખાવા લાગી છે.ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે.
Kedarnath Yatra: ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લાઓને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આ દરમિયાન રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે.
Uttarakhand | "Kedarnath Yatra has been stopped till further orders at Sonprayag due to heavy rainfall in the Rudraprayag district," says Rudraprayag District Magistrate Mayur Dixit
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 25, 2023
ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં રોકી દેવાઈ કેદારનાથ યાત્રા
દેશભરમાં ચોમાસાની અસર દેખાવા લાગી છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. રુદ્રપ્રયાગના કલેક્ટર મયુર દીક્ષિતે જણાવ્યું કે જ્યાં સુધી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી કેદારનાથ યાત્રા પર પ્રતિબંધ ચાલુ રહેશે.
ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં રેકોર્ડ બ્રેક વરસાદ
ચોમાસું દિલ્હી-ઉત્તર પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં પણ પહોંચી ગયું છે. અહીં ઘણા શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન હરિદ્વારમાં 78 મીમી, દેહરાદૂનમાં 33.2 મીમી, ઉત્તરકાશીમાં 27.7 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની આ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહેશે.
मुसळधार पावसामुळे केदारनाथ यात्रा स्थगित; उत्तराखंडमध्ये ऑरेंज अलर्ट#rain #HeavyRain #KedarnathYatra #Kedarnath #pudharionline pic.twitter.com/1uBEoFK9GY
— Pudhari (@pudharionline) June 26, 2023
સીએમ ધામીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું હતું
પરિસ્થિતિને જોતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સચિવાલયમાં સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમનું ઓચિંતું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી ભારે વરસાદની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પાસેથી રાજ્યમાં વર્તમાન હવામાનની સ્થિતિ, વરસાદની સ્થિતિ, જળબંબાકાર અને વરસાદને કારણે થયેલા નુકસાનની માહિતી લીધી હતી.
અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી છે
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં અધિકારીઓને તમામ જિલ્લાઓ સાથે સંપર્ક જાળવી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેથી કરીને કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિને ટાળી શકાય. આ માટે તેમણે અધિકારીઓને આપત્તિ રાહત અને બચાવ કામગીરી માટે એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી છે.
ઉત્તરાખંડના આ જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત, પિથોરાગઢ, બાગેશ્વર, દેહરાદૂન અને તેહરી અને પૌરી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે અન્ય જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હરિદ્વારમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયાની ઘણી તસવીરો પણ સામે આવી છે.