શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં કૃષિ કાયદા નાબૂદ કરવાના વિધાનસભામાં લવાયેલા ઠારવને ભાજપે આપ્યો ટેકો, જાણો વિગત
અધ્યક્ષ પી શ્રીરામકૃષ્ણને કહ્યું કે વિધાનસભાના વિશેષ સત્રમાં ધ્વનિમતથી પ્રસ્તાવના સર્વસમ્મતિથી પારિત કરવામાં આવ્યો.
તિરવનન્તપુરમઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન યથાવત છે. હજારોની સંખ્યામાં ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સરહદો પર પડાવ કરી રહ્યા છે. આ દરમિયાન કેરળ વિધાનસભામાં ગુરુવારે મુખ્ય પ્રધાન પિનરાય વિજયન દ્વારા ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેને ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય ઓ રાજગોપાલએ પણ સમર્થન આપે છે. આ BJP માટે એક મોટી શર્મિંદગીનું બાબત છે.
પ્રસ્તાવ રજુ કરતા રાજ્યના મુખ્યમંત્રી પિનરઈ વિજયને કહ્યું, 'વર્તમાન સ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે જો ખેડૂતોનું આંદોલન જારી રહ્યું, તો તે કેરળને ગંભીર રીતે પ્રભાવિત કરશે. આ વાતમાં કોઈ શંકા નથી કે જો અન્ય રાજ્યોમાંથી ખાદ્ય પદાર્થોની આપૂર્તિ બંધ થઈ જાય છે તો કેરળમાં ભુખમરી થઈ જશે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, દેશ એક કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને આંદોલનકારી ખેડૂતો સાથે ઉભા થવું રાજ્ય સરકારનું કર્તવ્ય છે. પ્રસ્તાવમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આંદોલન ખરાબ હવામાન વચ્ચે થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું, 'ત્રણે કાયદા ફક્ત મોટા કૉર્પોરેટ ઘરોની મદદ કરશે.'
અધ્યક્ષ પી શ્રીરામકૃષ્ણને કહ્યું કે વિધાનસભાના વિશેષ સત્રમાં ધ્વનિમતથી પ્રસ્તાવના સર્વસમ્મતિથી પારિત કરવામાં આવ્યો. જોકે, રાજગોપાલના સમર્થન મળ્યા પછી વિવાદ વધ્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કાયદામાં સંશોધન કરવાની વાત કરી છે. રાજગોપાલે બાદ મીડિયાને વાતચીતમાં કહ્યું કે મેં આ દરખાસ્તને સમર્થન આપ્યું છે, પરંતુ તેના કેટલાક ભાગોનો વિરોધ પણ કર્યો છે. મેં વિધાનસભામાં સામાન્ય સહમતિના પાલન કર્યું છે અને એવામાં મેં લોકશાહી ભાવના હેઠળ તે કર્યું છે. તેમણે કહ્યું કે પણ મને આ કાયદાઓની અર્થઘટન પર થોડો વાંધો છે.
કાયદા પર તેમની પાર્ટીના વલણ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં સર્વસંમતિનું પાલન કરવું પડે છે. તેમનો ટેકો વિધાનસભાની ભાવનાને અનુરૂપ છે. ત્યારે, મુખ્યમંત્રી નેપીનરાય વિજયનએ જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલન ચાલુ રહેવાથી દક્ષિણ રાજ્યમાં સંક્ટ સર્જાશે અને દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર MSPની ગેરંટીથી પીછેહઠ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રને દેશના હિતમાં નવા કૃષિ કાયદાઓ રદ કરવા જોઈએ. તેમણે ઉમેર્યું, નવા કૃષિ કાયદા ખાસ કરીને મોટા કોર્પોરેટ્સને લાભાન્વિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આનાથી ભારતમાં ખાદ્ય ક્ષેત્રે એક અભૂતપૂર્વ સંક્ટ સર્જાશે. તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદાને કારણે દેશ ભરના ખેડૂતોમાં ભારી ચિંતા ઉભી થઈ છે.
કોંગ્રેસ અને અન્ય તમામ દળોએ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. કોંગ્રેસના ઉપનેતા કેસી જોસેફે સદન બોલાવવાની અનુમતિ આપવામાં મોડું કરવા માટે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની આલોચના કરી. ભાજપના એકમાત્ર ધારાસભ્ય ઓ રાજગોપાલ પણ સત્રમાં ભાગ લઈ રહ્યા છે. કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કરવા માટે આ એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion