શોધખોળ કરો
Advertisement
કેરલના રાજ્યપાલ બોલ્યા- વિધાનસભામાં પાસ થયેલા પ્રસ્તાવની કોઈ બંધારણીય માન્યતા નથી
CAAને રદ્દ કરવાની માંગને લઇને કેરળ વિધાનસભામાં 31 ડિસેમ્બર 2019 ના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં કેરલ રાજ્ય વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જેને લઈને કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું, આ પ્રસ્તાવની કોઇ કાયદાકીય અને બંધારણીય માન્યતા નથી, કારણ કે નાગરિકતા વિશેષ રૂપે એક કેન્દ્રીય વિષય છે, તેથી તેનું વાસ્તવમાં કંઇ મહત્વ નથી.
આ પહેલા CAAને રદ્દ કરવાની માંગને લઇને કેરળ વિધાનસભામાં 31 ડિસેમ્બર 2019 ના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવનો ગૃહમાં ભાજપના એકમાત્ર ધારાસભ્યે વિરોધ કર્યો હતો. કેરળમાં સત્તારુઢ સીપીએમના નેતૃત્વવાળા ગઠબંધન એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વ વાળા વિપક્ષી ગઠબંધન યૂડીએફે વિધાનસભામાં નાગરિકતા કાયદાના વિરોધમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.
કેરળના પી વિજયને જાહેરાત કરી હતી કે, તેમની સરકાર સંશોધિત નાગરિતા કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NRC)ને પોતાના રાજ્યમાં લાગુ નહીં કરે. કેરળ વિધાનસભામાં 31 ડિસેમ્બર, 2019ના પ્રસ્તાવ રજૂ કરીને તેને એકની તુલનામાં 138 મતોની સાથે પાસ કરાવીને કેરળની પી વિજયન સરકારે કેન્દ્ર સરકાર પર દબાણ વધારી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement