શોધખોળ કરો
Advertisement
જાણો કોણ છે સુનીલ યાદવ? જેને ભાજપે કેજરીવાલ વિરૂદ્ધ મેદાનમાં ઉતાર્યા છે
યુવા મોર્ચાના મંડળ અધ્યક્ષ રહેતે તે હવે દિલ્હી પ્રદેશ યુવા મોર્ચાના અધ્યક્ષ સુધી પહોંચી ગયા છે.
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે સુનીલ યાદવને ટિકિટ આપી છે. સુનીલ યાદવ નવી દિલ્હી સીટથી આજે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ પહેલા 2013 અને 2015માં ચૂંટણીમાં સુનીલ ટાદવને ટિકિટ મળતા મળતા રહી ગઈ હતી. કહેવાય છે કે, સુનીલ યાદવ અરવિંદ કેજરીવાલની સામે નાનો ચહેરો છે. આવો જાણીએ સુનીલ યાદવ કોણ છે.
દિલ્હી ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ સુનીલ યાદવ વકીલ અને સમાજસેવી છે. ભાજપની અંદર જાણીતા અને યુવા ચહેરા સુનીલ યાદવ ફાયરબ્રાન્ડ નેતા છે. હાલમાં દે દિલ્હી ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ છે. સુનીલ યાદવે પોતાની રાજનીતિક ઇનિંગની શરૂઆત ભાજપના સૌથી નાના રાજનીતિક એકમ મંડળ સ્તરેથી કરી છે.
યુવા મોર્ચાના મંડળ અધ્યક્ષ રહેતે તે હવે દિલ્હી પ્રદેશ યુવા મોર્ચાના અધ્યક્ષ સુધી પહોંચી ગયા છે. અલગ અલગ સમયે અનેક જવાબદારી સંભાળતા પોતાની રાજનીતિક કારકિર્દીમાં તે પહેલા યુવા મોર્ચાના દિલ્હી પ્રદેશના મહાંત્રી રહી ચૂક્યા છે. એ પહેલા તે દિલ્હી પ્રદેશ ભાજપના પણ મહામંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2017માં તેમણે એન્ડ્રયૂઝ ગંજથી ભાજપે નગર નિગમમાં કાઉન્સિલરના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે તે આ ચૂંટણીમાં હારી ગયા હતા.
મુળ તો યૂપીના પ્રતાપગઢના રહેવાસી સુનીલ યાદવને જુજારુ કાર્યકર્તા માનવામાં આવે છે, પરંતુ ભાજપને આ વખતે નવી દિલ્હી સીટ પર કોઈ બહારના અથવા મોટા ચહેરા પર દાવ રમવાની જગ્યાએ સ્થાનિક કાર્યકર્તા સુનીલ યાદવ પર દાવ રમવાનું વધારે યોગ્ય લાગ્યું છે. હવે જોવાનું એ રહેશે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તે કેવી રીતે ટક્કર આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement