શોધખોળ કરો
Advertisement
'ભાભીજી ઘર પર હૈ'નો રિક્શાવાળો પેલુ એકપણ ડાયલૉગ બોલ્યા વિના લે છે આટલી ફી, જાણો વિગતે
પેલુ શૉમાં ચિઠ્ઠી દ્વારા બીજા વ્યક્તિ સાથે વાત કરતો દેખાય છે, આ ચિઠ્ઠી પોતાના કપડામાં અલગ અલગ જગ્યામાં મુકી રાખે છે. કોઇ પુછે ત્યારે સવાલનો જવાબ ચિઠ્ઠી દ્વારા આપે છે. શોને જોનારા ઓડિયન્સને પેલુની ભૂમિકા ખુબ ગમે છે. લોકો પેલુની ભૂમિકાને ખુબ પસંદ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ ટીવીનો શૉ 'ભાભીજી ઘર પર હૈ' હવે લોકપ્રિય શૉ બની ગયો છે. આના કારણે શૉમાં ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા અને અભિનેત્રીઓ પણ પોતાની એક્ટિંગને લઇને લોકોમાં ફેમસ થઇ રહ્યાં છે. અંગૂરી ભાભીથી લઇને સક્સેના લોકપ્રિય થઇ રહ્યાં છે.
સીરિયલમાં એક એવુ પાત્ર છે જેનો શૉમાં વધુ ડાયલૉગ નથી પણ તેની હંસવાની રીત લોકોને હંસવા માટે મજબૂર કરી દે છે. આ પાત્ર લોકો પોતાની હંસીથી લોકો સાથે વાત કરે છે, અને સાથે જ એક પર્ચી પણ રાખે છે. જેના માધ્યમથી તે બીજા લોકો સાથે વાત કરીને જવાબ આપે છે. આ પાત્ર બીજુ કોઇ નહીં પણ રિક્શાવાળા પેલુનુ છે.
પેલુ શૉમાં ચિઠ્ઠી દ્વારા બીજા વ્યક્તિ સાથે વાત કરતો દેખાય છે, આ ચિઠ્ઠી પોતાના કપડામાં અલગ અલગ જગ્યામાં મુકી રાખે છે. કોઇ પુછે ત્યારે સવાલનો જવાબ ચિઠ્ઠી દ્વારા આપે છે. શોને જોનારા ઓડિયન્સને પેલુની ભૂમિકા ખુબ ગમે છે. લોકો પેલુની ભૂમિકાને ખુબ પસંદ કરી રહ્યાં છે.
રિક્શાવાળો પેલુ હાલ પૉપ્યૂરલ કેરેક્ટર બની ગયો છે, પેલુની શૉમાં ફીની વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ અનુસાર એક એપિસૉડના 15 થી 20 હજાર રૂપિયા મળે છે. જોકે સત્તાવાર રીતે આની પુષ્ટિ નથી કરી શકાતી. એકપણ ડાયલૉગ બોલ્યા વિના ભૂમિકા નિભાવનાર એક્ટરનુ અસલ નામ અક્ષય પાટીલ છે, અને તેને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion