શોધખોળ કરો
કેરળના કોચ્ચિમાં દરિયા કિનારે આખે આખો લક્ઝુરિયસ ફ્લેટ તોડી પડાયો, જાણો કેમ
કોચ્ચિમાં તંત્રએ બે બહુમાળી રહેણાંક ઈમારતો હોલી ફેથ એચ 20 અને આલ્ફા સેરેને વિસ્ફોટ કરી પાડી દીધી હતી

કોચ્ચિઃ શનિવારે કેરળના કોચ્ચિમાં તંત્રએ બે બહુમાળી રહેણાંક ઈમારતો હોલી ફેથ એચ 20 અને આલ્ફા સેરેને વિસ્ફોટ કરી પાડી દીધી હતી. 19 માળની હોલી ફેથ એચ 20માં 90 ફ્લેટ અને 16 માળની આલ્ફા સેરેનમાં 80 ફ્લેટ હતા. સુપ્રીમકોર્ટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવી ચાર ઈમારતોને સમુદ્ર તટીય નિર્માણ નિયમોના ભંગને લીધે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત આજે બે અન્ય ઈમારતો ગોલ્ડ કાયાલોરમ અને જેન કોરલ તોડવામાં આવશે. કોર્ટે ચારેય ઈમારતને તોડી પાડવા 138 દિવસનો સમય આપ્યો હતો. અધિકારીઓ જમાવ્યા પ્રમાણે, હોલી ફેથ એચ 20 અને આલ્ફા સેરેનને પાડવામાં અંદાજે 800 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરક્ષાની દ્રષ્ટિએ ઈમારતોના 200 મીટરના દાયરામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. સુરક્ષાદળોના હેલિકોપ્ટરોએ વાયુક્ષેત્ર અને નેવીએ સમુદ્રી ક્ષેત્ર પર નજર રાખી હતી. માર્ગો પર આશરે 500 પોલીસકર્મી તહેનાત કરી દેવામાં આવ્યા હતા. માર્ગો પર આશરે 300 લોકોની ટીમ ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરી રહી હતી.
કાર્યવાહીથી 4 કલાક પહેલાં આજુબાજુના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા હતાં. લોકોને કહેવાયું કે, તે ઘર છોડતાં પહેલાં વીજ ઉપકરણો, બારીઓ દરવાજા બંધ કરી દે જેથી આગ અને પ્રદૂષણથી બચી શકે.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
