Kolkata Doctor Case: પશ્વિમ બંગાળમાં અડધી રાત્રે રસ્તા પર ઉતરી મહિલાઓ, પીડિતાને આપી શ્રદ્ધાંજલિ
Kolkata Doctor Case: કોલકાતામાં જૂનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં પશ્ચિમ બંગાળની મહિલાઓ બુધવારે અડધી રાત્રે રસ્તા પર ઉતરી આવી હતી

Kolkata Doctor Case: કોલકાતામાં જૂનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં પશ્ચિમ બંગાળની મહિલાઓ બુધવારે અડધી રાત્રે રસ્તા પર ઉતરી આવી હતી અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. બુધવારે રાત્રે 11.30 વાગ્યા પછી કોલકાતામાં શરૂ થયેલો વિરોધ બંગાળના મોટાભાગના નાના-મોટા શહેરોમાં ફેલાઈ ગયો હતો.
#WATCH | West Bengal: Protest held against RG Kar Medical College and Hospital rape-murder incident, in College Square area of Kolkata. pic.twitter.com/xCrFcwE4s4
— ANI (@ANI) August 14, 2024
આ પ્રદર્શન સોશિયલ મીડિયા પર 'રિક્લેમ ધ નાઈટ' અભિયાનના નામથી પણ છવાયો હતો. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ રસ્તાઓ "વી વોન્ટ જસ્ટિસ" ના નારાઓથી ગૂંજી ઉઠ્યા હતા. દેખાવકારોમાં, દરેક વિસ્તારની ગર્લ સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ, ગૃહિણીઓ સહિત તમામ મહિલાઓ એકસાથે કૂચ કરી રહી હતી.
#WATCH | West Bengal: Protest held against RG Kar Medical College and Hospital rape-murder incident, in Durgapur. Protesting women also pay tribute to the victim. pic.twitter.com/D1vhwnb7Jf
— ANI (@ANI) August 14, 2024
વિરોધ પ્રદર્શનની શરૂઆત કરનાર રિમઝિમ સિન્હાએ આ ઘટનાને મહિલાઓ માટેના નવા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ગણાવી હતી જેનું પ્રતિક એક હાથમાં અર્ધચંદ્ર પકડતા એક વાયરલ પોસ્ટર છે. આ મહિલા પ્રદર્શનમાં રાજકીય પક્ષોના ધ્વજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ LGBTQ જૂથોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં વિરોધ પ્રદર્શન બંગાળના વિવિધ નગરો અને જિલ્લાઓમાં ફેલાઈ ગયું છે.
#WATCH | West Bengal: Protest held against RG Kar Medical College and Hospital rape-murder incident, in Asansol. (14/08) pic.twitter.com/HOWI2HHlgn
— ANI (@ANI) August 14, 2024
કોલકાતાની સરકારી આરજી કર હોસ્પિટલના ઓડિટોરિયમમાં બળાત્કાર અને હત્યાનો શિકાર બનેલી પોસ્ટ ગ્રેજ્યુએટ તાલીમાર્થીનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો. શનિવારે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના માતા-પિતાએ આ કેસમાં કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો. સીબીઆઈ તપાસની માંગ કરતી અન્ય કેટલીક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે રાજ્ય પોલીસને કેસના દસ્તાવેજો કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે રાજ્ય પોલીસને બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં કેસ ડાયરી સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ આરજી કાર મેડિકલ કોલેજમાં વિરોધ કરી રહેલા ડોકટરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. અહીં પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી.





















