Ladakh Road Accident: લદ્દાખના તુર્તુકમાં આર્મી જવાનોને લઇ જઈ રહેલું વાહન નદીમાં ખાબક્યું, 7 જવાન શહીદ
Ladakh Road Accident : લદ્દાખના તુર્તુકમાં એક માર્ગ અકસ્માતમાં 7 સૈનિકોના મોત થયા છે જ્યારે ઘણા સૈનિકો ઘાયલ થયા છે. સેનાનું વાહન શ્યોક નદીમાં પડતાં આ અકસ્માત થયો હતો.
Ladakh Road Accident : લદ્દાખના તુર્તુક સેક્ટરમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 7 સૈનિકો શહીદ થયા છે. અન્ય સૈનિકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સમયે કારમાં કુલ 26 જવાનો હાજર હતા. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. તે જ સમયે, ગંભીર રીતે ઘાયલ સૈનિકોને ભારતીય વાયુસેનાની મદદથી ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા હતા. સેનાના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે 26 જવાન પરતાપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફ તરફ આગળ વધી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે 9 વાગે થોઈસથી લગભગ 25 કિમી દૂર વાહન અચાનક રોડ પરથી લપસી ગયું અને લગભગ 50-60 ફૂટ ઊંડી શ્યોક નદીમાં પડી ગયું. આ અકસ્માતમાં વાહનમાં સવાર તમામ લોકો ઘાયલ થયા હતા.
લદ્દાખના તુર્તુક સેક્ટરમાં એલઓસી નજીક શ્યોક નદીમાં સેનાની બસ પડી જતાં સાત જવાનોના મોત થયા હતા. બસમાં સવાર અન્ય 19 સૈનિકોને ગંભીર ઈજાઓ થતાં ચંદીગઢની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યે, સૈનિકોથી ભરેલી બસ પરતાપુર ટ્રાન્ઝિટ કેમ્પથી હનીફ સબ-સેક્ટરમાં આગળના સ્થાને જઈ રહી હતી. આ દરમિયાન બસ લપસીને લગભગ 50-60 ફૂટ નીચે શ્યોક નદીમાં પડી હતી.
બસ નદીમાં પડી જતાં તમામ 26 જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બધાને પહેલા પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સાત સૈનિકોના મોત થયા.
ઘાયલ સૈનિકોની સારવાર માટે, સર્જિકલ ડૉક્ટરોની ટીમને તરત જ લેહથી પરતાપુર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે બાદમાં તમામ 19 ઈજાગ્રસ્તોને ચંડીમંદિર લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાયુસેનાની મદદથી તમામ ઘાયલ જવાનોને ચંદીમંદિર (ચંદીગઢ) સ્થિત આર્મીના પશ્ચિમી કમાન્ડની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સેનાના જણાવ્યા અનુસાર તમામ ઘાયલ જવાનોને સારી સારવાર આપવામાં આવી રહી છે.
Anguished by the bus accident in Ladakh in which we have lost our brave army personnel. My thoughts are with the bereaved families. I hope those injured recover at the earliest. All possible assistance is being given to the affected.
— Narendra Modi (@narendramodi) May 27, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે લદ્દાખમાં બસ દુર્ઘટનાથી હું દુઃખી છું. અમે અમારા બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.