Lalu Prasad Yadav: લાલૂ પ્રસાદ યાદવનો દાવો- 2024માં મહાગઠબંધન 300 બેઠકો જીતશે, વડાપ્રધાન મોદીને લઇને શું કહ્યુ?
2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને વિપક્ષી પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ સાથે મળીને લડવાની તૈયારી કરી રહી છે
પટનાઃ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને વિપક્ષી પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ સાથે મળીને લડવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે બેઠકોને લઇને મોટો દાવો કર્યો છે. લાલુ યાદવે કહ્યું કે 2024ની ચૂંટણીમાં મહાગઠબંધન 300 બેઠકો પર જીત મેળવશે. લાલુ યાદવે દિલ્હીમાં આ નિવેદન આપ્યું છે. આરજેડી સુપ્રીમો ગુરુવારે (6 જુલાઈ) પટનાથી દિલ્હી પહોંચ્યા હતા.
#WATCH | When asked about the PM face from Opposition & his earlier advice to Rahul Gandhi to get married, RJD chief Lalu Prasad Yadav says, "Whoever becomes the PM should not be without a wife. Staying at PM residence without a wife is wrong. This should be done away with..,"… pic.twitter.com/uh0dnzyoJk
— ANI (@ANI) July 6, 2023
પત્રકારોએ લાલૂ પ્રસાદ યાદવને સવાલ કર્યો હતો કે વડાપ્રધાનનો ચહેરો કોણ હશે? પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં તમે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ લગ્ન કરી લેવા જોઇએ. જેના પર લાલૂએ કહ્યું હતું કે લગ્નની વાત અલગ છે અને પીએમ બનવાની વાત અલગ છે. તેમણે કહ્યું કે જે પણ પીએમ હોય તેણે પત્ની વગર ન રહેવું જોઈએ. જે લોકો વડાપ્રધાનના ઘરમાં પત્ની વગર રહે છે એ ખોટું છે. આનો અંત આવવો જોઈએ. જે પણ બને તે પત્ની સાથે રહે.
Viral Video: પોતાના જ પડછાયાથી ડરી બાળકી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો જોરદાર વાયરલ
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે સીબીઆઈને પૂછ્યું છે કે શું તમામ આરોપીઓને ચાર્જશીટ સંબંધિત દસ્તાવેજો આપવામાં આવ્યા છે? તેના પર સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તમામ આરોપીઓને ચાર્જશીટ સાથે સંબંધિત દસ્તાવેજો આપી દેવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 31 જુલાઈના રોજ સવારે 10:30 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં સિસોદિયા સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કેસ મામલે કોર્ટે આ સૂચન આપ્યા