Lata Mangeshkar Passes Away: લતાજીએ ચીન સાથેના યુધ્ધમાં હાર પછી 'અય મેરે વતન કે લોગોં' લાલ કિલ્લા પરથી ગાઈને નહેરૂ સહિત આખા દેશને રડાવી દીધેલો....
Lata Mangeshkar Death: 26 જાન્યુઆરી હોય કે ઓગસ્ટ 15, ગીત 'એ મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની', જે લોકોને દેશભક્તિની ભાવનાથી ભરી દે છે.,તે આજે પણ દેશ માટે બલિદાન આપનારા શહીદોની યાદ અપાવે છે.
Lata Mangeshkar Death: લતા મંગેશકરના ચાહકો માટે માઠા સમાચાર છે. ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના નિધનની જાહેરાત કરી છે. મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે ન્યૂમોનિયા થયો હતો. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો હતો પરંતુ ગઈકાલથી તબિયત વધુ લથડી હતી. પરંતુ આજે તેમના નિધનના સમાચારથી કલા જગતમાં શોક છવાઈ ગયો છે.
લતા મંગેશકરે ગીત ગાવા મૂકી હતી એક શરત
ભારતની કોકિલ કંઠી લતા મંગેશકરને માતા સરસ્વતીના માનસપુત્રી કહેવામાં આવે છે. તેઓ અવાજોના રાણી છે, લતા મંગેશકર માત્ર ગાયિકા જ નહીં પરંતુ સરહદ પરના સૈનિકોને યુદ્ધ જીતવા માટે પ્રોત્સાહિત કરતી હિરોઈન પણ રહી છે. 26 જાન્યુઆરી હોય કે ઓગસ્ટ 15, ગીત 'એ મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની', જે લોકોને દેશભક્તિની ભાવનાથી ભરી દે છે, તે આજે પણ આપણને દેશ માટે બલિદાન આપનારા શહીદોની યાદ અપાવે છે. વાસ્તવમાં લોકોની આંખોમાં આંસુ ભરી દેનારા આ ગીતે ખુદ લતા મંગેશકર અને દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની આંખો પણ ભીની કરી દીધી હતી.
કહેવાય છે કે લતા મંગેશકરે અગાઉ આ ગીત ગાવાની ના પાડી હતી. પાછળથી, આ ગીતના લેખક, કવિ પ્રદીપે લતાજીને તે ગાવા માટે સમજાવ્યા. એટલું જ નહીં, જ્યારે લતાજીએ કવિ પ્રદીપનું આ ગીત સાંભળ્યું તો તે સાંભળીને રડી પડી. આ ગીત ગાવા માટે ગાયકે પ્રદીપ સામે એક શરત મૂકી હતી કે જ્યારે આ ગીતની પ્રેક્ટિસ થશે ત્યારે પ્રદીપે પોતે ત્યાં હાજર રહેવું પડશે. આવી સ્થિતિમાં પ્રદીપે લતાજીની આ શરત માની લીધી અને પછી આ ગીત ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયું.
નહેરુએ કહ્યું- લતાજી તમને મને રડાવી દીધો, આ ગીતથી પ્રેરિત ન થઈ શકે, મને લાગે છે કે તે હિન્દુસ્તાની નથી
આ ગીતનો એક કિસ્સો દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે પણ જોડાયેલો છે. જ્યારે લતાજીએ નેશનલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નેહરુની સામે આ ગીત ગાયું તો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. લતાજીના અવાજમાં આ ગીત સાંભળ્યા પછી નેહરુજી ગાયક સાથે વાત કરવા માંગતા હતા. આના પર લતા મંગેશકર ખૂબ જ નર્વસ હતી, કારણ કે તેમને લાગ્યું કે તેમણે ભૂલ કરી છે. પરંતુ જ્યારે તે પંડિતજીને મળી ત્યારે તેની આંખોમાં આંસુ હતા. આ દરમિયાન તેમણે કહ્યું, લતાજી તમે મને રડાવી દીધી. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે જે આ ગીતથી પ્રેરિત ન થઈ શકે, મને લાગે છે કે તે હિન્દુસ્તાની નથી.
મોદી પણ ભાવુક થઈ ગયા
27 જાન્યુઆરી 2014ના રોજ જ્યારે લતા મંગશેકરે આ ગીતની સુવર્ણ જયંતિ નિમિત્તે આ ગીત ગાયું ત્યારે નરેન્દ્ર મોદી પણ ત્યાં ભાવુક થઈ ગયા હતા. ત્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ન હતા, તે સમયે લતા દીદીએ સભાના મંચ પરથી મોદી માટે ભાઈ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ભગવાનનો આભાર માને છે, જેના કારણે તેમને મોદીજીને મળવાનો મોકો મળ્યો. તેમનામાં વડાપ્રધાન હોવાના તમામ ગુણો તેમાં છે. આના પર પીએમ મોદીએ હાથ જોડીને લતાજીનો આભાર માન્યો અને કહ્યું કે તમે દેશના ભારત રત્ન છો અને તમારા ગળામાંથી નીકળતો અવાજ માતા સરસ્વતીનું વરદાન છે. આ માત્ર એક ગીત નથી પરંતુ દેશના બહાદુર સપૂતોની અમર ગાથા છે, જેનું વર્ણન માત્ર તમે જ કરી શકો, સમગ્ર દેશને તમારા પર ગર્વ છે.