શોધખોળ કરો
ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ અને યૂનિફોર્મ સિવિલ કૉડને લઇને લૉ કમિશને લોકો પાસે માગ્યા જવાબ

નવી દિલ્લીઃ ત્રણ વખત તલાક, બહુ પત્નીત્વ અને યૂનિફર્મમાં સિવિલ કૉડને લઇને લૉ કમિશને જનતા પાસેથી મંતવ્યો માંગશે. લૉ કમિશને આમો લોકો માટે 16 સવાલોની પ્રશ્નાવલી જાહેર કરી છે. આ સવાલોના જવાબ 45 દિવસની અંદર આપવા પડશે. પ્રશ્નાવલીમાં હિંદુ અને મુસ્લિમ સિવાય ક્રિશ્ચનને લઇને પણ પ્રશ્ન પુછવામાં આવ્યા છે. લૉ કમિશન દ્વારા બહાર પડવામાં આવલે પ્રશ્નો 1 ટ્રીપલ તલાકને -રદ્દ કરી દેવામાં આવે -પ્રથાના રૂપમાં ચાલુ રહે, પરંતુ કાયદામાં માન્યતા ના રહે -અમુક બદલાવ સાથે તેને યથાવત રહેવા દેવામાં આવે 2 બહુ પત્નીત્વ બેન કરી દેવામાં આવે નિયંત્રીત કરવામાં આવે બહુ પત્નીત્વની જેમ હિંદુઓમાં મૈત્રી કરારને બેન કરી દેવામાં આવે કે નિયંત્રિત કરી દેવામાં આવે 3 હિંદુ મહિલાઓની સંપત્તિના અધિકારને સુનિશ્ચિત કરવા માટે શુ પગલા લેવા જોઇએ? 4 તલાક માટે ક્રિશ્ચિન મહિલાઓને બે વર્ષની વેટિંગ કરવાનો સમય શુ મહિલાઓના સમાનતાના અધિકારને પ્રભાવિત કરે છે. 5 શું યૂનિફોર્મ સિવિલ કૉડ કે પર્સનલ લૉ કૉડિફાઇડ કરવાથી લેંગિક સમાનતા સુનિશ્ચિત થઇ શકે છે ખરી 6 અંતર્દેશીય અને અંતર ઘર્મ લગ્ન કરનાર દંપતીને સુરક્ષા માટે શું પગલા લેવા જોઇએ
Before You Go
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ






















