શોધખોળ કરો

જાણીતા વકીલ અને રાજ્યસભા સાંસદ રામ જેઠમલાણીનું લાંબી બીમારી બાદ નિધન, PM મોદીએ દુખ વ્યક્ત કર્યું

રામ જેઠમલાણીના નામ એક ખાસ રેકોર્ડ પણ નોંધાયેલો છે. તેમણે 17 વર્ષની ઉંમરમાં વકીલાતની પરિક્ષા પાસ કરી લીધી હતી. તેમણે કોર્ટની વિશેષ મંજૂરી બાદ 18 વર્ષની ઉંમરમાં જ વકીલાત શરૂ કરી દીધી હતી.

નવી દિલ્હી: જાણીતા વકીલ અને આરજેડીના રાજ્યસભા સાંસદ રામ જેઠમલાણીનું આજે સવારે લાંબી બીમારી બાદ 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી પથારીવસ હતા. રામ જેઠમલાણીના નિધનથી દેશના ન્યાયિક ક્ષેત્રમાં એક યુગનો અંત માનવામાં આવી રહ્યું છે. જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન મોદી સહિત દિલ્હીના મુખ્યમંત્રી, સુબ્રમણ્યમ સ્વામી અને અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. રામ જેઠમલાણીના પુત્ર મહેશે જણાવ્યું કે તેમનું અંતિમ સંસ્કાર આજે સાંજે લોધી રોડ સ્મશાનમાં કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, રામ જેઠમલાણીજીના નિધનથી ભારતના એક અસાધારણ વકીલ અને પ્રતિષ્ઠિત સાર્વજનિક વ્યક્તિ ગુમાવી દીધાં છે. રામ જેઠમલાણીએ ન્યાયાલય અને સંસદ બન્નેમાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેઓ મજાકિયા, સાહસી અને ગમે ત્યારે કોઈ પણ વિષય પર સાહસપૂર્વક બોલવામાં સંકોચ રાખતા નહોતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જેઠમલાણીના નિધન પર દુખ વ્યક્ત કર્યું. અમતિ શાહે જેઠમલાણીના ઘરે જઈને તેમના અંતિમ દર્શન કર્યાં. ઉલ્લેખનીય છે જેઠમલાણીએ બે વર્ષ પહેલા વકિલાત છોડી દીધી હતી. રામ જેઠમલાણીના નામ એક ખાસ રેકોર્ડ પણ નોંધાયેલો છે. તેમણે 17 વર્ષની ઉંમરમાં વકીલાતની પરીક્ષા પાસ કરી લીધી હતી. તેમણે કોર્ટની વિશેષ મંજૂરી બાદ 18 વર્ષની ઉંમરમાં જ વકીલાત શરૂ કરી દીધી હતી. રામ જેઠમલાણીએ ઘણા મહત્વના કેસ લડ્યા હતા. તેઓ રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીની હત્યાના આરોપીઓથી લઈને ચારા ઘોટાલાના આરોપી લાલુ પ્રસાદ યાદવ સુધીના નેતાઓના કેસ લડ્યા હતા. આ સિવાય સોહરાબુદ્દીન એન્કાઊન્ટર કેસમાં અમિત શાહનો પણ કેસ લડ્યા હતા. તેમનો સૌથી વિવાદિત કેસ અફઝલ ગુરુની ફાંસી પર બચાવ કરવાનો હતો. આ સિવાય તેમણે જેસિકાલાલ હત્યાકાંડમાં મનુ શર્માનો કેસ લડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget