શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી અપાશે, જાણો મિનિસ્ટરે શું કહ્યું?
મહારાષ્ટ્રમાં લગભગ 6,000 મોનિટરિંગ ટીમ કામ કરી રહી છે. ટોપેએ એ લોકો વિશે ચિંતા વ્યક્ત કરી જે મહામારીના લક્ષણો છુપાવી હ્યા છે.
મુંબઈઃ દેશમાં ઝડપથી પગપેસારો કરી રહેલ કોરોના વાયરસથી હાલમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત છે. આ જ કારણછે કે દેશવ્યાપી લોકડાઉનમાં આંશિક છૂટ મળવા છતાં પણ મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. અહીં લોકડાઉનની છૂટની કોઈ અસર જોવા નથી મળી રહી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું કે, અહીં દારૂની દુકાનો ખુલી રહી શકે છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું ગંભીરતાથી પાલન કરવામાં આવે એ જરૂરીછે.
ટોપેઓ સોમવારે પોતાના ફેસબુક લાઈવ દરમિયાન આ વિધય પર એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, “જો સોશિયલ ડિસ્ટન્સિંગનું બધા યોગ્ય રીતે પાલન કરશે તો દારૂની દુકાનો પર પ્રતિબંધ ન હોવો જોઈએ.” કરોોનાવાયરસથી દર્દીની વધતી સંખ્યા પર તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં અજે અત્યાર સુધી 76,000 કોરોના ટેસ્ટ કર્યા છે. મુંબઈમાં ટેસ્ટની સંખઅયા 50,000થી વધારે છે. તેમણે કહ્યું કે, અમે 75,000 રેપિડ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના અન્ય રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રએ સૌથી ધારે કોરોના વાયરસના ટેસ્ટ કર્યા છે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં લગભગ 6,000 મોનિટરિંગ ટીમ કામ કરી રહી છે. ટોપેએ એ લોકો વિશે ચિંતા વ્યક્ત કરી જે મહામારીના લક્ષણો છુપાવી હ્યા છે. ટોપેએ કહ્યું કે, હાઈડ્રોક્સીક્લોરીક્વીનને એ દર્દીને આપવામાં આવશે, જેને હાર્ટની કોઈ સમસ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion