શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશનાં 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર, ગુજરાતના કયા 3 સિટીને ટોપ 10માં મળ્યું સ્થાન
આ લિસ્ટમાં 67.62નાં સ્કોર સાથે અમદાવાદ બીજા સ્થાને આવ્યું છે. જ્યારે 58.95નાં સ્કોર સાથે સુરતને પાંચમા નંબરે રહ્યું છે જ્યારે 53.81 સ્કોર સાથે વડોદરા ટોપ ટેનમાં નવમાં સ્થાન પર રહ્યું છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરવામાં આવી છે. સ્માર્ટ સિટીના રેન્કિંગમાં પહેલા સ્થાને આગ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા નંબરે અમદાવાદ અને ત્રીજા નંબરે કાનપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટીના લિસ્ટમાં ટોપ ટેન શહેરોમાં ગુજરાતનાં 3 મોટા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ટોપ 100ની લિસ્ટમાં 6 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દેશનાં 100 સ્માર્ટ સિટી શહેરોની લિસ્ટમાં ગુજરાતનાં શહેરોની વાત કરવામાં આવે તો, આ લિસ્ટમાં 67.62નાં સ્કોર સાથે અમદાવાદ બીજા સ્થાને આવ્યું છે. જ્યારે 58.95નાં સ્કોર સાથે સુરતને પાંચમા નંબરે રહ્યું છે જ્યારે 53.81 સ્કોર સાથે વડોદરા ટોપ ટેનમાં નવમાં સ્થાન પર રહ્યું છે.
ટોપ 100ની વાત કરીએ તો, 36.96 અંકો સાથે રાજકોટ 43માં સ્થાન પર છે. જ્યારે ગુજરાતનું પાટનગર ગાંધીનગર 33.75 અંકો સાથે 50માં સ્થાન પર છે. જ્યારે 29.98 અંકો સાથે દાહોદ 59માં ક્રમે અને 8.72 અંક પર દીવ 99માં સ્થાને આવ્યું છે.
દેશનાં ટોપ 10 સ્માર્ટ સિટીઃ
1. આગ્રા
2. અમદાવાદ
3. કાનપુર
4. ઈન્દોર
5. સુરત
6. વિશાખાપટ્ટનમ
7. વારાણસી
8. ભોપાલ
9. વડોદરા
10. નાગપુર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion