Lok Sabha Election: લોકસભા ચૂંટણી માટે બીજેપીની પહેલી યાદી જાહેર, પીએમ મોદી આ બેઠક પર લડશે ચૂંટણી
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, આજે ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામનું એલાન એક સપ્તાહમાં થશે. સૌરાષ્ટ્રની ભાવનગર,અમરેલી, સુરેન્દ્રનગર અને જુનાગઢ સીટના ઉમેદવારના નામનું એલાન બાકી છે. ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય નામો આવવાની સંભાવના છે.
Names of BJP candidates released by the party for Lok Sabha elections pic.twitter.com/VErLfaCTKf
— ANI (@ANI) March 2, 2024
Names of 195 BJP leaders released by the party in its first list of candidates for Lok Sabha elections pic.twitter.com/vQS0l1coZl
— ANI (@ANI) March 2, 2024
BJP releases first list of 195 candidates for Lok Sabha elections pic.twitter.com/ms1zTtzLfL
— ANI (@ANI) March 2, 2024
We're set to announce candidates on 51 seats from Uttar Pradesh, 20 from West Bengal, 24 from Madhya Pradesh, 15 each from Gujarat and Rajasthan, 12 from Kerala, 9 seats from Telangana, 11 from Assam, 11 each from Jharkhand and Chhattisgarh, 5 from Delhi, 2 from J&K, 3 from… pic.twitter.com/hUa5jyOjng
— BJP (@BJP4India) March 2, 2024
પ્રેસ કોન્ફરન્સની મહત્ત્વની બાબતો
- વારાણસીથી-પીએમ નરેન્દ્ર મોદી
- અંદમાન નિકોબાર- વિષ્ણુપડા રે
- અરુણચાલ પ્રદેશ- કિરણ રિજ્જુ
- અરુણાચલ ઈસ્ટ- તાકીર ગાઓ
- શીલચર- પરિમલ શુકલા વૈદ્ય
- કચ્છ- વિનોદ ચાવડા
- બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
- પાટણ-ભરતસિંહ ડાભી
- ગાંધીનગર-અમિત શાહ
- અમદાવાદ પશ્ચિમ-દિનેશ મકવાણા
-
રાજકોટ -પુરુષોત્તમ રૂપાલા
-
પોરબંદર -મનસુખ માંડવિયા
-
જામનગર - પૂનમ માડમ
-
આણંદ- મિતેષ પટેલ
-
ખેડા - દેવુસિંહ ચૌહાણ
-
પંચમહાલ- રાજપાલસિંહ જાદવ
-
દાહોદ- જશંવતસિંહ ભાભોર
-
ભરુચ- મનસુખ વસાવા
-
બારડોલી- પ્રભુ વસાવા
-
નવસારી- સી.આર પાટીલ
-
પ્રથમ લિસ્ટમાં 195 બેઠકના ઉમેદવાર જાહેર
- 28 મહિલાઓને ટિકિટ
- 34 કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ
- 28 મહિલાઓને ટિકિટ
- 47 યુવા ચહેરાઓને ટિકિટ
- 27 SC ચહેરાને ટિકિટ
- 18 ST ચહેરાને ટિકિટ
- 57 OBC ચહેરાને ટિકિટ
પ્રથમ લિસ્ટમાં ક્યા રાજ્યના કેટલા ઉમેદવાર?
- ગુજરાતના 15 ઉમેદવાર
- ઉત્તર પ્રદેશના 51 ઉમેદવાર
- મધ્ય પ્રદેશના 24 ઉમેદવાર
- રાજસ્થાનના 15 ઉમેદવાર
- કેરળના 12 ઉમેદવાર
- તેલંગાણાના 9 ઉમેદવાર
- અમસના 11 ઉમેદવાર
LIVE: Watch BJP Press Conference at party headquarters in New Delhi. https://t.co/nppQvosHrd
— BJP (@BJP4India) March 2, 2024
તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી ભાજપના આગેવાનો ભાજપના મુખ્યાલયમાં અવર જવર જોવા મળી હતી.