શોધખોળ કરો
Advertisement
Lockdown: જીવતા વ્યક્તિને મૃત ગણાવીને એમ્બ્યુલન્સથી લઈ જતા હતા ઘરે, રસ્તામાં પોલીસે અટકાવ્યા ને......
પોલીસને એક નકલી ડેથ સર્ટિફિકેટ પણ મળ્યું હતું.શંકા જવા પર જ્યારે પોલીસે એમ્બ્યુલન્સની તપાસ કરી ત્યારે તેમાં મૃત વ્યક્તિ જીવિ મળી આવ્યો હતો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા દેશભરમાં જાહેર કરવામાં આવેલા 21 દિવસના Lockdownનો આજે આઠમો દિવસ છે. લોકડાઉનના કારણે રેલવે, બસ, ખાનગી વાહનો સહિત તમામ પ્રકારની પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી હોવાથી લોકો જે પણ સાધન મળે તેમાં અને પગપાળા દ્વારા માદરે વતન પહોંચ્યા છે. પરંતુ આ દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટમાં પોલીસે એક વ્યક્તિને પોતાના જ મોતનું ખોટું કાવતરું રચવાના આરોપસર ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે લોકડાઉન દરમિયાન મંગળવારે સુરનકોટ પોલીસ ચેકિંગ કરતી હતી. તે દરમિયાન ખાનગી એમ્બ્યુલન્સ (PB-02-CQ-6663) આવતી નજરે પડી હતી. પોલીસે ચેકિંગ માટે તેને અટકાવી અને પૂછપરછ કરવા લાગી. શંકા જવા પર જ્યારે પોલીસે એમ્બ્યુલન્સની તપાસ કરી ત્યારે તેમાં મૃત વ્યક્તિ જીવિ મળી આવ્યો હતો.
જે બાદ પોલીસે એમ્બ્યુલન્સના ચાલકની ધરપકડ કરીને તેમને Quarantine માં મોકલી દીધા હતા. પોલીસને એક નકલી ડેથ સર્ટિફિકેટ પણ મળ્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે વિવિધ કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement