શોધખોળ કરો
Advertisement
દેશના આ જાણીતા શહેરમાં શું બુધવારથી 15 દિવસનું ફરી લોકડાઉન લાદવામાં આવશે ? જાણો વિગત
કર્ણાટકના ડેપ્યુટી સીએમ સીએન અશ્વત્થનારાયણ પણ લોકડાઉન લંબાવવાનો કોઈ પ્લાન નથી તેમ કહી ચુક્યા છે.
બેંગલુરુઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈ દેશના ઘણા રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે અથવા લંબાવ્યું છે. હાલ કર્ણાટકના બેંગલુરુમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે, જે 22 જુલાઈના રોજ પૂરું થાય છે. આ દરમિયાન બેંગલુરુમાં લોકડાઉન વધારે 15 દિવસ લંબાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
જેને લઈ બૃહત બેંગલુરુ મહાનગર પાલિકે(BBMP)ના નવ નિયુક્ત કમિશ્નર એન મંજુનાથ પ્રસાદે સ્પષ્ટતા કરતાં કહ્યું, શહેરમાં ફરી લોકડાઉન નહીં નાંખવામાં આવે. બેંગલુરુમાં કોરોનાના કેસ વધતાં 14 જુલાઈથી 22 જુલાઈ સુધી કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે.
શહેરના કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મુખ્યમંત્રી સ્પષ્ટ કહી ચુક્યા છે કે કોઈપણ સંજોગોમાં લોકડાઉન નહીં લંબાવવામાં આવે. મંગળવાર પછી પણ લોકડાઉન નહીં લાદવામાં આવે. અમે સરકારી આદેશનું પાલન કરીશું. લોકડાઉનનો કોઈ પ્રશ્ન જ નથી."
કર્ણાટકના ડેપ્યુટી સીએમ સીએન અશ્વત્થનારાયણ પણ લોકડાઉન લંબાવવાનો કોઈ પ્લાન નથી તેમ કહી ચુક્યા છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું, લોકડાઉન લંબાવવામાં નહીં આવે, લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. દરેક લોકોએ કાળજી રાખવી પડશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63,772 પર પહોંચી છે. જ્યારે 1331 લોકોના મોત થયા છે. રાજ્યમાં 23,065 લોકો સાજા થઈ ગયા છે અને 39,376 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement