શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશના આ રાજ્યોમાં લંબાવવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગત
બેંગલુરુમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી બેંગલુરુ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 14 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન લાદવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યોએ લોકડાઉન લાદવાનો કે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રઃ દેશમાં કોરોનાથી વધારે સંક્રમિત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. પુણે, પિંપરી-ચિંચવાડ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં 13 જુલાઈ મધરાતથી 23 જુલાઈ સુધી વ્યાપક સ્તરે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પણ કડક નિયંત્રણો મુક્યા છે.
ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને યોગી સરકારે એક મોટો ફેંસલો કર્યો છે. નવા નિયમો અનુસાર, હવે રાજ્યમાં ઓફિસો અને માર્કેટ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ સુધી જ ખુલ્લા રહેશે. શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. જોકે, બંધ દરમિયાન આવશ્કયક વસ્તુઓ અને સેવાઓ મળવાનુ ચાલુ રહેશે.
કર્ણાટકઃ બેંગલુરુમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી બેંગલુરુ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 14 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન લાદવામાં આવશે. જે 22 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે.
પશ્ચિમ બંગાળઃ રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસના કારણે પશ્ચિમ બંગાળ સરકારે વિવિધ જિલ્લાના કન્ટેનમેન્ટ ઝોન તથા કોલકાતામાં સાત દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે.
બિહારઃ રાજ્ય સરકારે પટના અને વિવિધ જિલ્લામાં મહામારી ફેલાતી અટકે તે માટે લોકડાઉન લગાવ્યું છે. અહીંયા 10 જુલાઈથી લોકડાઉન અમલી છે અને સાત દિવસ સુધી લાગુ રહેશે. ત્યાં સુધીમાં જો કોરોનાના કેસ કાબુમાં નહીં આવે તો લોકડાઉન વધારે લંબાવવામાં આવી શકે છે.
કેરળઃ દેશમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો. પરંતુ તે બાદ રાજ્ય સરકારે લીધેલા પગલાથી સંક્રમણ ફેલાતું અટક્યુ હતું. અનલોકમાં છૂટછાટ બાદ તિરુવનંતપુરમમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેને લઈ 20 જુલાઈ સુધી કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
તમિલનાડુઃ રાજ્યના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ મદુરાઈ અને પારાવાઈ શહેર સહિત કેટલીક ગ્રામ પંચાયતોમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
જમ્મુ-કાશ્મીરઃ કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખી શ્રીનગરમાં લોકડાઉન લાદવાની તંત્ર દ્વારા રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. ઐતિહાસિક લાલ ચોકને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. કોરનાના વધતા કેસને લઈ શ્રીનગરના 67 અન્ય વિસ્તારોને પણ સીલ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement