શોધખોળ કરો

WHO એ લોકડાઉન 3 મે સુધી વધારવાના ભારતના ફેંસલાની કરી પ્રશંસા, કહી આ મોટી વાત...

WHOએ કહ્યું કે, અનેક પડકારો હોવા છતાં ભારતે મહામારી સામે લડવા પ્રત્યેની સંકલ્પબદ્ધતાનું પ્રદર્શન કર્યું છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતમાં લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યા હોવાના પીએમ મોદીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. WHOના રિજિયોનલ ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું,  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોવિડ-19ને અટકાવવા ભારતે સમય પર ભરેલા પગલાની પ્રશંસા કરે છે. પરંતુ તેના પરિણામો અંગે હાલ વાત કરવી ઉતાવળભર્યુ કહેવાશે. પરંતુ કોરોના વાયરસના દર્દીઓની ઓળખ, ઓઈસોલેશન તથા તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાની સાથે પ્રભાવી રીતે સોશિયલ ડિસ્ટેંસિંગ લાગુ કરવાથી છ સપ્તાહના દેશવ્યાપી લોકડાઉનમાં ઘણી મદદ મળશે. WHOએ કહ્યું કે, અનેક પડકારો હોવા છતાં ભારતે મહામારી સામે લડવા પ્રત્યેની સંકલ્પબદ્ધતાનું પ્રદર્શન કર્યું છે. આ કપરા સમયમાં જેટલી જવાબદારી તંત્ર તથા મેડિકલ કર્મીઓની છે તેટલી જ સમાજની પણ છે. આ સમય તમામ માટે પૂરી ક્ષમતાથી યોગદાન આપવા તથા સાથે મળીને વાયરસને હરાવવાનો છે. દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ  સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું.  આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget